અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પરના ટેરિફ ૩૦ દિવસ માટે મુલતવી રાખ્યા છે. ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત બાદ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા પર અમેરિકા દ્રારા લાદવામાં આવનાર ટેરિફ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પ સાથે ફોન
પર વાતચીત બાદ જણાવ્યું હતું કે અમેરિકા દ્રારા કેનેડા પર લાદવામાં આવનાર ટેરિફ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે. એક દિવસ પહેલા, અમેરિકાએ કેનેડા પર ૨૫ ટકાનો જંગી ટેરિફ લાધો હતો, જેનાથી વેપાર યુદ્ધનું જોખમ વધ્યું હતું.
ટ્રુડોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્રારા ઉઠાવવામાં આવેલી સરહદી ચિંતાઓ પર ઓટ્ટાવા દ્રારા વધુ સહયોગનું વચન આપ્યા બાદ અને સરહદ સુરક્ષા પ્રયાસોને વેગ આપવા સંમત થયા બાદ યુએસ રાષ્ટ્ર્રપતિ લગભગ ૩૦ દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા સંમત થયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ડ્રગ હેરફેર સંબંધિત રાષ્ટ્ર્રીય સુરક્ષા ચિંતાઓનો ઉલ્લેખ કરીને કેનેડા અને મેકિસકોથી થતી મોટાભાગની આયાત પર ૨૫ ટકા અને ચીન પર ૧૦ ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય મંગળવાર મધ્યરાત્રિથી અમલમાં આવવાનો હતો. કેનેડા અને મેકિસકોએ બદલામાં બદલો લેવા માટે ટેરિફ લાદવાની ધમકી આપી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર ભાવ કરતા રૂ. 1910 વધુ જાહેર કરતી સરકાર
May 15, 2025 10:13 AMમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech