રિપબ્લિકન પાર્ટીના નેશનલ ક્ધવેન્શનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ્ની સત્તાવાર રીતે પસંદગી કરવામાં આવી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાના કટ્ટર ટીકાકાર ઓહિયોના સાંસદ જેડી વેન્સને પસંદ કયર્િ છે. ટ્રમ્પ અને વેન્સ આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારોનો સામનો કરશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જેડી વેન્સની ઉમેદવારીની જાહેરાત કરી હતી. ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, લાંબા વિચાર-વિમર્શ પછી અને અન્ય ઘણા લોકોની જબરદસ્ત પ્રતિભાને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે.
વાસ્તવમાં, જેડી ટ્રમ્પ્ની ઉમેદવારી ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે. કારણ કે જેડી વેન્સ ટ્રમ્પ્ના સખત ટીકાકાર રહ્યા છે. આ વર્ષે, જ્યારે યુક્રેનને મોકલવામાં આવતી સહાયમાં વધારો કરવા માટે અમેરિકી સંસદમાં બિલ લાવવામાં આવ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેનો વિરોધ કર્યો હતો. વેન્સના આ વલણ માટે ટ્રમ્પથી નારાજ થઈ ગયા અને તેમની ટીકા કરી. વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની પણ નજીક છે. એવું માનવામાં આવે છે કે કદાચ તેમને આનો ફાયદો થયો છે.
જેડી વેન્સે રાજકારણમાં આવતા પહેલા યુએસ આર્મીમાં સેવા આપી હતી. 39 વર્ષીય વેન્સને 2016માં ઓળખ મળી જ્યારે તેનું પુસ્તક હિલબિલી એલિગી બેસ્ટ સેલર બન્યું. જેમાં તેમણે ગ્રામીણ જીવન વિશે જણાવ્યું હતું. વેન્સ મિડલટાઉન, ઓહિયોમાં ઉછયર્.િ તે યુએસ આર્મી મરીન કોર્પ્સમાં જોડાયા અને ઇરાકમાં સેવા આપી. વાન્સે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને યેલ લો સ્કૂલમાં અભ્યાસ કર્યો.
સેનામાં ફરજ બજાવીને પરત ફયર્િ બાદ તેણે સિલિકોન વેલીમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મમાં પણ કામ કર્યું. પછી તે ઓહાયો પાછા ફયર્િ અને એક બિન-લાભકારી સંસ્થા શરૂ કરી જેનો હેતુ ડ્રગ વ્યસનીઓની સારવાર કરવાનો હતો. જો કે, તેમનું મિશન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. આ પછી તેઓ રાજકારણ તરફ વળ્યા અને 2022માં તેઓ યુએસ સેનેટમાં ચૂંટાયા.
જેડી વેન્સની પત્ની ઉષા મૂળ ભારતીય
જેડી વેન્સની પત્ની ઉષા ચિલુકુરી વેન્સ મૂળ ભારતીય છે. ઉષા વેન્સ, (ઉષા ચિલુકુરી)નો જન્મ ભારતીય અમેરિકન પરિવારમાં થયો હતો. તેણે યેલ યુનિવર્સિટીમાંથી ઈતિહાસમાં સ્નાતકની ડિગ્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી મેળવી હતી. યેલ ખાતે ચાર વર્ષની અભ્યાસેતર પ્રવૃત્તિ બાદ તેણે કેમ્બ્રિજ ખાતે ગેટ્સ ફેલો તરીકે તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો, જ્યાં તેણી ડાબેરી અને ઉદારવાદી જૂથો સાથે સંકળાયેલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech