ઈરાન પર વળતો હજારગણો મોટો હુમલો કરવાની ટ્રમ્પની ચેતવણી

  • September 16, 2020 11:25 AM 302 views

આ વર્ષના જાન્યુઆરીમાં ઈરાનના ટોચના જનરલ કાસિમ સૂલેમાનીની હત્યાનો બદલો લેવા ઈરાન અમેરિકા પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું હોવાના પ્રસારમાધ્યમમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે ઈરાન જો અમેરિકા પર હુમલો કરવાનું દુ:સાહસ કરશે તો અમેરિકા તેના પર વળતો હજારગણો મોટો હુમલો કરશે.


વર્ષ 2015માં અમેરિકાએ અણુકરારમાંથી ખસી જવાનો અને ઈરાન પર કડક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધા બાદ બગદાદ હવાઈમથક નજીક અમેરિકાએ કરેલા હવાઈહુમલામાં ઈરાનના ટોચના જનરલ સૂલેમાનીનાં મોતને પગલે બંને દેશ વચ્ચેનો તણાવ વધ્યો હતો.ઈરાને જણાવ્યું હતું કે સૂલામાનીની હત્યાનો તે બદલો લેશે. ઈરાન દ્વારા અમેરિકા પર કરવામાં આવનારા કોઈપણ હુમલાનો હજારગણા મોટા હુમલાથી વળતો જવાબ આપવામાં આવશે એવી ચેતવણી ટ્રમ્પે આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application