2015થી ઈરાન પરમાણુ સમજૂતી પર વાતચીત શરૂ થઈ હતી. જોકે, 2018માં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા આ સમજૂતીમાંથી અલગ થઈ ગયું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે પરમાણુ સમજૂતી પર વાતચીત કરવા ઈચ્છે છે અને તેમણે ઈરાનના સુપ્રીમ લીડરને આ સંબંધિત એક પત્ર મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આશા રાખે છે કે તેઓ વાતચીત માટે સહમત થશે.
રોઈટર્સ અનુસાર ટ્રમ્પે શુક્રવારે (07 માર્ચ, 2025) ફોક્સ બિઝનેસ નેટવર્ક સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, "મેં કહ્યું કે હું આશા રાખું છું કે તમે વાતચીત કરશો, કારણ કે તે ઈરાન માટે ખૂબ સારું રહેશે. મને લાગે છે કે તેઓ તે પત્ર મેળવવા માગે છે. બીજો વિકલ્પ એ છે કે આપણે કંઈક કરવું પડશે, કારણ કે તમે બીજું પરમાણુ હથિયાર બનવા દઈ શકો નહીં."
ટ્રમ્પે આગળ કહ્યું, "ઈરાન સાથે વ્યવહાર કરવાની બે રીત છે, એક તો મિલિટરી અથવા તમે સમજૂતી કરી લો. હું સમજૂતી કરવાનું પસંદ કરીશ, કારણ કે હું ઈરાનને નુકસાન પહોંચાડવા માગતો નથી. તેઓ મહાન લોકો છે." હાલમાં ઈરાનના વિદેશ મંત્રાલય તરફથી આ મામલે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ પરમાણુ કરાર કરવાનો કર્યો પ્રયાસ
ઈરાન પરમાણુ કરાર પર વાટાઘાટો 2015 માં શરૂ થઈ હતી. જોકે 2018 માં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા તેમાંથી ખસી ગયું હતું, પરંતુ બાઈડેન વહીવટ દરમિયાન પણ ઈરાન સાથે પરમાણુ કરાર પર પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech