અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ્ની ભવ્ય જીત બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની મુશ્કેલીઓ વધવાની છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ એકવાર કેનેડિયન લિબરલ નેતાને ડાબેરી પાગલ ગણાવ્યા હતા. ટ્રમ્પ અન્ય દેશો પર ટેરિફ વધારવાની યોજના ધરાવે છે, જે કેનેડા પર નકારાત્મક અસર કરી શકે છે.નોંધનીય છે કે કેનેડામાં આવતા વર્ષે ચુંટણી યોજવાની છે અને અત્યારથી જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ત્યાં લોકોની નારાજગીનો સામનો કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ્ની જીત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ એ જ જસ્ટિન ટ્રુડો છે, જેમને રિપબ્લિકન નેતા એક સમયે ’વામપંથી પાગલ’ તરીકે ઓળખાવતા હતા. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ્ના પરત ફરવાથી વેપાર વિવાદો વધી શકે છે, જે કેનેડા માટે મંદી તરફ દોરી શકે છે. કેનેડાની નિકાસનો 75 ટકા હિસ્સો અમેરિકા જાય છે. કેનેડામાં એક વર્ષમાં ચૂંટણી યોજાવાની છે અને મોટાભાગના સર્વે જસ્ટિન ટ્રુડોની હારની આગાહી કરે છે.
અહી જણાવી દઈએ કે કેનેડા ક્રૂડ ઓઈલનું વિશ્વનું ચોથું સૌથી મોટું ઉત્પાદક છે. તે જ સમયે, ટ્રમ્પ તમામ આયાત પર 10 ટકા ટેરિફ લાદવાની અને અમેરિકન ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે, જે કેનેડા માટે ખાસ કરીને ખરાબ સંકેત છે. ફ્યુચર બોર્ડર્સ કોએલિશનના લૌરા ડોસને જણાવ્યું હતું કે વાસ્તવિક પડકાર અમેરિકાના ઉત્તરી પાડોશીમાં રોકાણકારોના વિશ્વાસને ધીમે ધીમે ઘટાડશે. ટ્રમ્પ્ના પ્રમુખપદના ચાર વર્ષ ખરેખર કેનેડા માટે ખૂબ લાંબા હોઈ શકે છે,તેમ તેમને ઉમેર્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે 2022માં સરહદ ક્રોસિંગ ડ્રાઇવરોને કોવીડ-19 સામે રસી આપવાના મુદ્દે ટ્રુડોને વામપંથી એટલે કે ડાબેરી પાગલ ગણાવ્યા હતા. જૂન 2018 માં, ટ્રમ્પ ક્વિબેકમાં જી -7 સમિટમાંથી બહાર નીકળી ગયા હતા. પછી તેણે ટ્રુડોને ખૂબ જ ’અપ્રમાણિક અને નબળા’ ગણાવીને ઠપકો આપ્યો હતો. ત્યારથી બન્ને વચ્ચે સારા સંબંધો નથી.જો કે, જસ્ટિન ટ્રુડોએ બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ્ને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે બંને દેશોની મિત્રતા વિશ્વની ઈષ્યર્િ સમાન છે. હું જાણું છું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું આપણા બંને દેશો માટે વધુ તકો, સમૃદ્ધિ અને સુરક્ષા બનાવવા માટે સાથે મળીને કામ કરીશું,
કેનેડામાં ટ્રમ્પની જીતને કારણે ગભરાટ
ડોનાલ્ડ ટ્રમ્પની જીતને લઈને કેનેડામાં ગભરાટ ફેલાયો છે તેના પરથી સમજી શકાય છે કે બુધવારે નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને કેનેડિયનોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. ઘણા કેનેડિયનો આખી રાત ચિંતિત હતા. જો કે તેણીએ ઉમેર્યું હતું કે અમારો અમેરિકા સાથે મજબૂત સંબંધ છે, અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમ સાથે મજબૂત સંબંધ ધરાવીએ છીએ. આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રુડોએ મીડિયાને કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ્નું બીજું રાષ્ટ્રપતિ પદ ’એક પગલું પાછળ ’હશે, જેણે કેનેડા માટે જીવન મુશ્કેલ બનાવી દીધું છે. વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે ટ્રમ્પ્ની નીતિઓને કારણે કેનેડાના જીડીપીમાં 2028ના અંત સુધીમાં ડેમોક્રેટિક પ્રમુખની સરખામણીમાં 1.7%નો ઘટાડો થશે.
કેનેડામાં મંદીનો ડર
કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું હતું કે ટ્રમ્પ્ના આયોજિત 10% ટેરિફ કેનેડાની વાસ્તવિક આવકમાં વાર્ષિક 0.9% અને શ્રમ ઉત્પાદકતામાં લગભગ 1% જેટલો ઘટાડો કરશે. ચેમ્બરે જણાવ્યું હતું કે જો અન્ય દેશો બદલો લેશે, તો વેપાર યુદ્ધ શરૂ થશે અને વાસ્તવિક આવકમાં વાર્ષિક 1.5% ઘટાડો થશે, જ્યારે શ્રમ ઉત્પાદકતામાં વાર્ષિક 1.6% જેટલો ઘટાડો થશે. જો કે, કેનેડામાં લિબરલ નેતાઓ ટ્રમ્પ વિશે જાહેરમાં કંઈપણ કહેવાથી સાવચેત છે. પરંતુ જાન્યુઆરીમાં ટ્રુડોએ વરિષ્ઠ લિબરલ્સની બેઠકમાં જણાવ્યું હતું કે કેનેડા માટે પ્રથમ કરતાં બીજું ટ્રમ્પ્નો બીજો વહીવટનો દૌર ઘણો વધુ પડકારજનક હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech