ડોનાલ્ડ ટ્રમ્પ જીતતાની સાથે જ ઈલોન મસ્ક પર ડોલરનો વરસાદ શરૂ થઈ ગયો. મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 26.5 બિલિયન ડોલર વધીને 290 બિલિયન ડોલર પર પહોંચી ગઈ. જેફ બેઝોસ, લેરી એલિસન, વોરેન બફેટ, લેરી પેજ, સેર્ગેઈ બ્રિન, જેન્સન હુઆંગ, માઈકલ ડેલ, સ્ટીવ બાલ્મર, બિલ ગેટ્સની સંપત્તિમાં પણ વધારો થયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતતાની સાથે જ ઈલોન મસ્ક પર ડોલરનો વરસાદ થવા લાગ્યો. મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 26.5 બિલિયન ડોલર (રૂ. 2,442,670 કરોડ) વધીને 290 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. જો આ ઉછાળો આજે પણ ચાલુ રહેશે તો મસ્ક 300 બિલિયન ડોલર ક્લબમાં પહોંચી જશે. ગઈકાલે મસ્કની કંપ્ની ટેસ્લાના શેરમાં 14.75 ટકાનો ઉછાળો આવ્યો હતો. ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પે ઈલોન મસ્કના વખાણ કયર્િ અને કહ્યું કે અમારી પાસે એક નવો રોકસ્ટાર છે. તેણે મારી સાથે બે અઠવાડિયા સુધી પ્રચાર કર્યો. આ સમય દરમિયાન મેં તેને અવકાશમાં મોકલેલા તેના રોકેટ વિશે પૂછ્યું, તે ખૂબ જ અદ્ભુત છે. હું મસ્કને ખૂબ પ્રેમ કરું છું, તે એક અદ્ભુત વ્યક્તિ છે.
ટ્રમ્પ્ની જીત બાદ જેમની નેટવર્થમાં વધારો થયો છે તેવા અમેરિકન અબજોપતિઓમાં જેફ બેઝોસ, લેરી એલિસન, વોરેન બફેટ, લેરી પેજ, સેર્ગેઈ બ્રિન, જેન્સન હુઆંગ, માઈકલ ડેલ, સ્ટીવ બાલ્મર, બિલ ગેટ્સ વગેરેનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એકલા ઈલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 26.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. લેરી એલિસનની સંપત્તિમાં 9.88 બિલિયન ડોલરનો વધારો થયો છે. વોરન બફેટની સંપત્તિમાં 7.58 બિલિયન ડોલર અને લેરી પેજની સંપત્તિમાં 5.53 બિલિયન ડોલરનો વધારો થયો છે. સર્ગેઈ બ્રિને 5.17 બિલિયન ડોલર અને જેન્સન હુઆંગે 4.86 બિલિયન ડોલરની કમાણી કરી. માઈકલ ડેલ, સ્ટીવ બાલ્મર, બિલ ગેટ્સની સંપત્તિ પણ 1.82 બિલિયન ડોલરથી વધીને 3.31 બિલિયન ડોલર થઈ ગઈ છે.
ટ્રમ્પ્ની જીતના કારણે અમેરિકન શેરબજારમાં ઉછાળો આવ્યો હતો. મોટી કંપ્નીઓના શેરમાં બમ્પર ઉછાળાને કારણે તેમની સાથે સંકળાયેલા અબજોપતિઓની સંપત્તિમાં ડોલરનું પૂર આવ્યું હતું. ડાઉ જોન્સ 1508 પોઈન્ટ અથવા 3.57 ટકા વધીને રેકોર્ડ 43729 પર પહોંચ્યો છે. એસએન્ડપી 500માં 146 પોઈન્ટ અથવા 2.53 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 5929 ના સ્તરે પહોંચ્યો હતો. નાસ્ડેક 2.95 ટકા અથવા 544 પોઈન્ટના બમ્પર જમ્પ સાથે 18983ના સ્તરે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech