ડોનાલ્ડ ટ્રમ્પે ભારતથી જતા માલ સામાન પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. જેની અસર ગુજરાતના ઉદ્યોગ જગત પર પણ પડી છે. ગુજરાતમાંથી 80 હજાર કરોડ રૂપિયાના માલ સામાનની નિકાસ થાય છે. જેના પર 26 ટકા ટેરિફ લાગુ થતા અમેરિકામાં પણ આ વસ્તુઓ મોંઘી થશે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાતમાંથી અલગ અલગ દેશોમાં 2000 કરતા વધારે પ્રોડ્કટસની અલગ અલગ દેશોમાં રુપિયા 11 લાખ કરોડની નિકાસ કરવામાં આવે છે. જેમાં સૌથી વધારે ફાર્માસ્યુટિકલ પ્રોડકટસની અમેરિકામાં નિકાસ થાય છે. આ પૈકીની 10 ટકા નિકાસ અમેરિકામાં થાય છે. ગુજરાતના વિવિધ બંદરો પરથી જે પ્રોડ્કટસની અમેરિકામાં નિકાસ થાય છે તેમાં સૌથી વધારે પ્રોડક્ટસનું ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝની પ્રોડકટસ એટલે કે દવાઓ આવે છે. ત્રીજા ક્રમે ભારતમાં તૈયાર થતા હીરાની નિકાસ થાય છે.
ગુજરાતમાંથી સૌથી વધારે નિકાસ થતી પેટ્રોકેમિકલ પ્રોડક્ટ પર અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ ટેરિફમાંથી અત્યારે બાકાત રહી શકી છે. બાકીની મોટાભાગની પ્રોડક્ટ્સને 27 ટકા ટેરિફનો આંચકો સહન કરવાનો વારો આવશે. 2024-25ના નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના વિવિધ પોર્ટ પરથી 25,500 કરોડ રૂપિયાની પેટ્રોકેમિકલ અને 10,000 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ અમેરિકામાં એક્સપોર્ટ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી થયેલી નિકાસનો આંકડો 1.12 લાખ કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.
અમેરિકામાં થતી નિકાસમાં વડોદરાની ફાર્મા કંપનીઓનો મોટો ફાળો છે. વડોદરામાં લગભગ 15 જેટલા પ્લાન્ટ એવા છે જેમાં બનતી દવાઓ અમેરિકામાં વેચાય છે. કારણ કે, અમેરિકામાં ભારત 12 અબજ ડોલરની દવાઓ એક્સપોર્ટ કરે છે. તેમાં ગુજરાતનો લગભગ 3 થી 4 અબજ ડોલરનો ફાળો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં દવાઓના લગભગ 3000 જેટલા પ્લાન્ટ્સ છે.
અમેરિકામાં વેચાતી 45 ટકા જેનેરિક દવાઓ ભારતમાં બનેલી હોય છે. અત્યારે તો અમેરિકાએ ફાર્મા પ્રોડક્ટસને ટેરિફમાંથી બાકાત રાખી છે પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જલ્દી દવાઓ પર પણ અસાધારણ ટેરિફ નાખવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે ગુજરાતના ડાયમંડ ઉદ્યોગને પડ્યા પર પાટુ માર્યું
ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે એના પર હવે સૌકોઈની ચિંતા દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી મંદીનો માર સહન કરનાર ડાયમંડ ઉદ્યોગ માન પાટે ચડી રહ્યો હતો ત્યાં ટ્રમ્પે પડ્યા પર પાટુ માર્યું છે. પહેલાં 0 ટકા ટેરિફ હતી, હવે સીધી જ 26 ટકા કરી નાખી છે. એના કારણે અમેરિકામાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં પ્રતિ કેરેટે 2 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે અને લેબગ્રોનમાં 2,635 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાના હીરા ઉદ્યોગનો 35 ટકા માલ માત્ર અમેરિકામાં જ એક્સપોર્ટ કરે છે. એક તરફ ડાયમંડ ઉદ્યોગની અંદર રત્નકલાકારો બેરોજગાર થઈ રહ્યા છે, આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર અનેક સમીકરણો ઊભાં થતાં ટ્રેડવોર શરૂ થયો તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફલક પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતાં ડાયમંડ ઉદ્યોગ પર એની સીધી અસર થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech