ટ્રમ્પને યૌન શોષણ કેસમાં મોટો ફટકો,૫ મિલિયન ડોલરનો દડં ભરવો પડશે

  • December 31, 2024 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્ર્રપતિ તરીકે શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટ માફી આપવાના જરા પણ મૂડમાં નથી. યૌન શોષણ કેસમાં કોર્ટે તેની સજા યથાવત રાખી છે અને હવે તેને ભારે દડં ભરવો પડશે.અમેરિકામાં ૨૦ જાન્યુઆરીએ સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદના શપથ લેશે. પરંતુ તે પહેલા તેને ફેડરલ અપીલ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. યૌન શોષણ કેસમાં ટ્રમ્પે કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. તેમજ ટ્રમ્પને દોષિત ઠેરવવાનો અને તેમના પર દડં લાદવાનો નિર્ણય પણ અકબધં રહ્યો છે. હવે ટ્રમ્પે માનહાનિ અને યૌન દુવ્ર્યવહારના મામલામાં ૫ મિલિયન ડોલરનો દડં ભરવો પડશે.
ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, ૧૯૯૬ના આ કેસમાં કોર્ટે ટ્રમ્પને દોષિત ગણાવ્યા છે. ટ્રમ્પને એક હાઈ–એન્ડ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ મમાં કટારલેખકનું યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બીજી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે જણાવ્યું હતું કે મેનહટન યુરીના ચુકાદાને રદ કરવામાં આવશે નહીં. ઇ. જીન કેરોલને બદનામ કરવા અને જાતીય હત્પમલો કરવા બદલ ટ્રમ્પે ૬ મિલિયનનો દડં ભરવો પડશે.

ટ્રમ્પ ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યા હોવાનો આરોપ છે
પીડિતાએ ૨૦૨૩માં ટ્રાયલ દરમિયાન જુબાની આપી હતી કે ૧૯૯૬માં એક મૈત્રીપૂર્ણ મીટિંગ દરમિયાન ટ્રમ્પ હિંસક બની ગયા હતા અને સ્ટોરના ડ્રેસિંગ મમાં ઘૂસ્યા હતા. જો કે ટ્રમ્પ આ વાતને નકારી રહ્યા છે. યુરીએ આ વર્ષની શઆતમાં ફોલો–અપ ટ્રાયલ દરમિયાન જુબાની બાદ ૮૩.૩ મિલિયનનો દડં લાધો હતો. ૧૯૯૬ની આ ઘટના સિવાય કોર્ટે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે જોડાયેલા કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ દોષિત ઠેરવ્યા હતા. એક તરફ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર્રપતિ બનવા જઈ રહ્યા છે અને બીજી તરફ યુએસ ફેડરલ અપીલ કોર્ટમાં તેમની અપીલો ફગાવી દેવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application