BREAKING NEWS

ટ્રમ્પે ઓબામા અને મિશેલ વિષે જાતિવાદી વીડિયો પોસ્ટ કરતા વિવાદ

  • February 07, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરવામાં આવેલા એક જાતિવાદી વીડિયોની વ્યાપક નિંદા થઈ રહી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પરથી ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનો એક જાતિવાદી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જો કે તે પછીથી ડિલીટ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે આ મામલે માફી માંગવાનો ઇનકાર કર્યો છે.વીડિયોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાને જંગલમાં વાંદરાઓ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે તેમણે અપમાનજનક સામગ્રી ધરાવતી છેલ્લી ફ્રેમ જોઈ નથી અને ભૂલ માટે એક સ્ટાફરને દોષી ઠેરવ્યો હતો.જો કે ટ્રમ્પે પોતે કેટલોક વીડિયો જોયો હોવાનું સાબિત થઈ રહ્યું હતું, જેનાથી વ્હાઇટ હાઉસ દિવસભર ડેમેજ કંટ્રોલ મોડમાં હતું. વ્હાઇટ હાઉસે શરૂઆતમાં એક સ્ટાફે આકસ્મિક રીતે પોસ્ટ કર્યા પછી વીડિયોને દૂર કર્યો હતો.


આ વીડિયો ગુરુવારે મોડી રાત્રે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લગભગ 12 કલાક સુધી ઓનલાઈન રહ્યો હતો. બંને પક્ષોના રોષ અને ટ્રમ્પના નજીકના સહયોગીઓના વિરોધ બાદ વ્હાઇટ હાઉસે તેને દૂર કરી દીધો. શુક્રવારે સાંજે ટ્રમ્પે આગ્રહ રાખ્યો કે આ વીડિયો વિશે જાણ થતાં જ તેને દૂર કરવામાં આવે તેવો આદેશ કર્યો હતો.તેમણે કહ્યું, "મેં તેની શરૂઆત જોઈ, તે ઠીક હતું." તેઓ વીડિયોના પહેલા ભાગનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં વોટિંગ મશીનમાં છેતરપિંડી વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા. જયારે એક નિવેદનમાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું, "આ એક ઇન્ટરનેટ મીમ વીડિયોમાંથી લેવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને જંગલના રાજા અને ડેમોક્રેટ્સને ધ લાયન કિંગના પાત્રો તરીકે દર્શાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application