અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે, પરંતુ સુરતના ડાયમડં ઉધોગપતિ દ્રારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ૬૦ દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે ૪.૩૦ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપશે.
સુરત ડાયમડં ઉધોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેબગ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે. ત્યારે સુરતની એક કંપની દ્રારા અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમડં તૈયાર કરવામાં આવ્યો છે.
હીરો તૈયાર કરાવનાર ઉધોગપતિ સ્મિત પટેલે જણાવ્યું હતું કે, કારીગરો દ્રારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમડં બનાવવામાં આવ્યો છે. નેચરલ ડાયમડં સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ–પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાયમડં લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રીયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઇ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમડં બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. અમારા પાંચ રત્નકલાકારો દ્રારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમડં બનાવવામાં આવ્યો છે, જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં અપાશે. ઉલ્લેખનીય છે કે, સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમડં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ જો બાઈડનની પત્નીને ઉપહાર સ્વપ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech