ગાઝાને ખરીદી લેવાની ટ્રમ્પની યોજના

  • February 10, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોતાના આકરા નિર્ણય અને તેના તાત્કાલિક અમલ માટે જાણીતા બનેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગાઝા યોજના અંગે નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે ગાઝા ખરીદવાની વાતની સાથે ટ્રમ્પે આ અંગે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી હોવાની પણ જાહેરાત કરી છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ગાઝા ખરીદવા અને તેના પર માલિકી જાળવી રાખવા માંગે છે. પરંતુ તે જ સમયે તેમણે કહ્યું કે તેઓ ગાઝાના કેટલાક ભાગોના પુનર્નિમર્ણિ માટે મધ્ય પૂર્વના કેટલાક દેશોને સામેલ કરી શકે છે.ટ્રમ્પે કહ્યું કે હું ગાઝા ખરીદવા માંગુ છું. જ્યાં સુધી ગાઝાના પુનર્નિમર્ણિનો સવાલ છે, આપણે આ જવાબદારી મધ્ય પૂર્વના કેટલાક દેશોને સોંપી શકીએ છીએ. પરંતુ અમે ગાઝાની સંપૂર્ણ માલિકી માટે પ્રતિબદ્ધ છીએ અને ખાતરી કરીશું કે હમાસ ફરી ક્યારેય અહીં પગ ન
મૂકી શકે.

પેલેસ્ટિનિયનો ટ્રમ્પની આ યોજનાને નિષ્ફળ બનાવવા પ્રતિબદ્ધ
આ સમય દરમિયાન, કેટલાક પેલેસ્ટિનિયન શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવાની શક્યતા વિશે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર વિચાર કરીશું. કેટલાક પેલેસ્ટિનિયન શરણાર્થીઓને અમેરિકામાં પ્રવેશ મળી શકે છે. દરમિયાન, હમાસના રાજકીય બ્યુરોના સભ્ય ઇઝ્ઝત અલ-રશ્કે ટ્રમ્પ્ની ગાઝા ખરીદવાની યોજના પર કહ્યું કે ગાઝા ખરીદવા કે વેચવા જેવી મિલકત નથી. તે પેલેસ્ટિનિયન ભૂમિનો અભિન્ન ભાગ છે. પેલેસ્ટિનિયનો ટ્રમ્પ્ની આ યોજનાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવશે.

ગાઝા અંગે ટ્રમ્પની પાંચ મુદ્દાની યોજના
અગાઉ, વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મળ્યા બાદ પ્રેસને સંબોધતા, ટ્રમ્પે ફરી એકવાર ગાઝા પટ્ટી ખાલી કરવાની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો. ટ્રમ્પે કહ્યું કે તેમણે ઘણા મહિનાઓથી ગાઝાનો અભ્યાસ કર્યો છે. મેં તેનો ખૂબ જ બારીકાઈથી અભ્યાસ કર્યો છે. ગાઝામાં પેલેસ્ટિનિયનો પાસે કોઈ વિકલ્પ નથી. તેમની પાસે શું છે? ત્યાં ફક્ત કચરો છે. પેલેસ્ટિનિયનોએ ગાઝાને બદલે કોઈ સુંદર જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ. અમે ગાઝા પર નિયંત્રણ મેળવવા અને ત્યાંના બધા ખતરનાક, ન ફૂટેલા બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવાની જવાબદારી લઈશું, તેમજ સ્થળને સમતળ કરીશું અને નાશ પામેલી ઇમારતોનો કાટમાળ દૂર કરીશું.
ગાઝા પર અમેરિકન કબજા પછી, આ વિસ્તારનું પુન:નિમર્ણિ કરવામાં આવશે અને પછી અહીં હજારો રોજગારની તકો પૂરી પાડીને તેનો વિકાસ કરવામાં આવશે. ગાઝા દુનિયાભરના લોકોનું ઘર બની શકે છે.ટ્રમ્પે કહ્યું કે અમે ગાઝાને મધ્ય પૂર્વનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરા વાસ્તવમાં ઇટાલિયન શબ્દ છે, જેનો અર્થ દરિયાકિનારો થાય છે.

ઈરાન આડું ચાલશે તો તેનો ય જવાબ અપાશે
ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલ પર હમાસના હુમલાએ ઘણા નિર્દોષ લોકોના જીવ લીધા છે. આજે પેલેસ્ટિનિયનોએ જે કિંમત ચૂકવી છે તેના માટે હમાસ જવાબદાર છે. આવી સ્થિતિમાં, ગાઝાને આતંકથી મુક્ત કરાવવું પડશે. ગાઝા અંગે અમેરિકન રાષ્ટ્રપતિના 5-પોઇન્ટ બ્લુપ્રિન્ટમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન તેમને મારવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પે કહ્યું કે તેમણે તેમના સલાહકારોને નિર્દેશ આપ્યો છે કે જો ઈરાન તેમના પર હુમલો કરે તો તેનો નાશ કરે.ટ્રમ્પે ઈરાનની કમર તોડવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર પણ હસ્તાક્ષર કયર્િ છે જેમાં અમેરિકન સરકારને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનું કહેવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application