ટ્રમ્પના તીખા તેવર, હવે યુરોપ પર ટેરિફ લાદવાની ધમકી

  • February 03, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ ટેરિફ યુદ્ધ છેડ્યું છે અને મેક્સિકો અને કેનેડા પર 25 ટકા અને ચીન પર 10 ટકા ટેરિફ લાદ્યાના એક દિવસ પછી, ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમે ખૂબ જ ટૂંક સમયમાં યુરોપિયન યુનિયનમાંથી આવતા માલ પર ટેરિફ લાદીશું.યુરોપિયન યુનિયને આપણો ફાયદો ઉઠાવ્યો છે અને અમે ટૂંક સમયમાં બદલો લઈશું. હું એમ નહીં કહું કે તેના માટે કોઈ નિશ્ચિત સમયમયર્દિા છે, પરંતુ ટેરિફ ખૂબ જ ટૂંક સમયમાં લાદવામાં આવશે. ટ્રમ્પે અગાઉ ઈયુ પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તાજેતરમાં શુક્રવારે પણ તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તેનો અમલ કરશે.ટ્રમ્પે કહ્યું કે યુરોપિયન યુનિયને અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે.

વેપાર યુદ્ધની શું અસર પડી શકે
ટ્રમ્પ દ્વારા વેપાર યુદ્ધની ધમકીઓ વચ્ચે, નિષ્ણાતો માને છે કે આનાથી યુએસ વૃદ્ધિ ધીમી પડી શકે છે અને ભાવમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ, યુરોપિયન યુનિયને એમ પણ કહ્યું કે જો યુએસ રાષ્ટ્રપતિ ટેરિફ લાદશે તો તે પણ કડક જવાબ આપશે. ટ્રમ્પે કહ્યું કે મુખ્ય વેપાર ભાગીદારો પરના તેમના ટેરિફ અમેરિકનોને આર્થિક પીડા આપી શકે છે પરંતુ કહ્યું કે તે યુએસ હિતોનું રક્ષણ કરવા માટે આટલી કીમત ચૂકવવી પડશે .તેમણે દક્ષિણ આફ્રિકા પર જમીન હડપ કરવાનો અને ચોક્કસ વર્ગના લોકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો અને જાહેરાત કરી કે તેઓ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી દેશને ભવિષ્યમાં મળનારા તમામ ભંડોળને કાપી નાખશે.

મસ્કની મહત્વાકાંક્ષા યુરોપિયન યુનિયનને મહાન બનાવવાની
ટ્રમ્પ્ની યુરોપિયન યુનિયનને ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તેમના નજીકના સાથી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક યુરોપિયન રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. મસ્કે શનિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પર ટ્રમ્પ્ના ચૂંટણી પ્રચાર સૂત્ર મેક અમેરિકા ગ્રેટ અગેઇન નો સંદર્ભ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું: યુરોપ્ના લોકો: મેગા ચળવળમાં જોડાઓ! યુરોપ્ને ફરીથી મહાન બનાવો!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application