હશ મની કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૩૪ આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ટ્રમ્પ ૨૦૧૭ માં અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના જાતીય સંબંધોને છુપાવવા માટે તેને ગુ રીતે પૈસા આપવા અને ખોટા બિઝનેસ રેકોડર્સનો આરોપ છે. ટ્રમ્પની સજાની સુનાવણી ૧૧ જુલાઈએ થશે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્ર્રપતિ છે જેમને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે. જોકે, ટ્રમ્પે તેમની સામે દાખલ કરવામાં આવેલા કેસને અપમાનજનક અને કપટપૂર્ણ ગણાવ્યો હતો.બીજી બાજુ, યારે ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા, ત્યારે બાઈડેનના પ્રચાર પ્રવકતાએ કહ્યું, કોઈ પણ વ્યકિત કાયદાથી ઉપર નથી. મેનહટન ડિસ્ટિ્રકટ એટર્ની એલ્વિન બ્રેગે પણ એકસ પર પોસ્ટ કરવામાં વિલબં કર્યેા ન હતો. યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને તમામ ૩૪ અપરાધની ગણતરી માટે દોષિત ઠેરવ્યા, તેમણે લખ્યું. ન્યાયાધીશે ૧૧ જુલાઈએ ૧૦ વાગ્યે સજાની સુનાવણી નિશ્ચિત કરી છે.
વચ્ર્યુઅલ રેલીઓ અને ઝુંબેશ કાર્યક્રમો થશે"
યાં સુધી ટ્રમ્પ ન્યૂયોર્ક રાયની જેલમાંથી બહાર રહે ત્યાં સુધી તે લોરિડામાં પોતાના માટે મત આપવા માટે પણ લાયક રહે છે. ટ્રમ્પની પુત્રવધૂ અને રિપબ્લિકન નેશનલ કમિટીના સહ–અધ્યક્ષ લારા ટ્રમ્પે ફોકસ ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યેા હતો કે જો ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવશે અને તેને કેદની સજા કરવામાં આવશે તો તે વચ્ર્યુઅલ રેલીઓ અને ઝુંબેશ કાર્યક્રમોનું આયોજન કરશે.
પોર્ન સ્ટાર સ્ટોર્મીનો ખુલાસો
પોર્ન સ્ટાર સ્ટોર્મીએ જ ખુલાસો કર્યેા હતો કે ટ્રમ્પ અને તેણીનું ૨૦૦૬ માં અફેર હતું. પોર્ન સ્ટારે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે તેને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે ટ્રમ્પે આ વાતને નકારી કાઢી હતી
ટ્રમ્પની કાનૂની ટીમ આ નિર્ણયને પડકારશે
ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ એવા રાષ્ટ્ર્રપતિ બન્યા છે જેમને કોઈ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ટ્રમ્પે મેનહટન ડિસ્ટિ્રકટ એટર્ની અને બિડેન એડમિનિસ્ટ્રેશનની પણ ટીકા કરી, આ કેસ પર તેમના પ્રભાવના પાયાવિહોણા દાવા કર્યા. ટ્રમ્પની કાનૂની ટીમ નિર્ણયને પડકારશે
ડોનેશન સાઇટ ક્રેશ
ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્કની યુરીએ દોષી ઠેરવ્યા પછી ભંડોળ ઊભુ કરવા માટેની વેબસાઇટ, વિનરેડ ડોનેશન ક્રેશ થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિનરેડ પ્લેટફોર્મનો ઉપયોગ યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ઝુંબેશ માટે કર્યેા હતો. ચુકાદાની આટર ઇફેકટ તરીકે નેટીઝન્સે અનેક વખત ડોનાલ્ડ ટ્રમ્પ ડોનેશન સાઇટ સર્ચ કરતા તે ક્રેશ થઇ ગઈ હતી
આ હતા પુરાવાઓે
મેનહટન ડિસ્ટિ્રકટ એટર્નીની ઓફિસે સાક્ષીઓને બોલાવવામાં હતા. પુખ્ત–ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના કથિત અફેર વિશે ચૂપ રહેવા માટે ટ્રમ્પે કોહેનને ૧૩૦,૦૦૦ ડોલરની ચુકવણી કરી હતી. ન્યાયાધીશોએ ટેકસટ મેસેજ અને ઈમેઈલથી લઈને કોલ લોગ અને ગુ ઓડિયો રેકોડિગ સુધી તમામ એકસાથે જોડતા પુરાવા પણ જોયા.
મધર ટેરેસા પણ ન બચે
ટ્રમ્પે કહ્યું હતું કે આ એવો કઠોર કેસ ચલાવાયો છે જેમાં મધર ટેરેસા પણ બચી ન શકે. આ શરમજનક છે. આ ટ્રાયલ વિવાદાસ્પદ ન્યાયાધીશ દ્રારા હાથ ધરવામાં આવેલી એક કઠોર ટ્રાયલ હતી. બાઈડેન વહીવટીતંત્રે રાજકીય હરીફને નુકસાન પહોંચાડવા માટે આ બધું કયુ છે. મામલો ખતમ થવામાં ઘણો સમય છે. અમે આપણા બંધારણ માટે લડીશું.
કેસમાં કેદીની સજા રેર
હશમની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને કેદની સજા થવાની સંભાવના ખુબ ઓછી છે પણ સજા ન જ થઈ શકે એવી જોગવાઈ નથી. બહત્પ રેર કેસમાં આવા ખટલામાં સજા થઈ પણ શકે તેવું અમેરિકાના બંધારણમાં છે. સામાન્ય રીતે આવા કેસમાં દડં સહિતની સજાઓ કરવામાં આવે છે એટલે ટ્રમ્પ કેદની સજામાંથી બચી જાય તેવું લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech