ડોનાલ્ડ ટ્રમ્પે કેરોલીન લેવિટને તેમના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી તરીકે પસદં કર્યા છે. ૨૭ વર્ષીય કેરોલિન આ પદ પર નિયુકત થનારી સૌથી યુવા વ્યકિત છે. અગાઉ આ રેકોર્ડ રોનાલ્ડ ઝેગલરના નામે હતો, જેમણે ૧૯૬૯માં રિચર્ડ નિકસનના વહીવટ દરમિયાન ૨૯ વર્ષની વયે આ પદ સંભાળ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, કેરોલીને મારા ઐતિહાસિક અભિયાનમાં રાષ્ટ્ર્રીય પ્રેસ સેક્રેટરી તરીકે જબરદસ્ત કામ કયુ. તે સ્માર્ટ, મજબૂત અને પ્રભાવશાળી વકતા છે. મને વિશ્વાસ છે કે તે આ ભૂમિકામાં પણ શ્રે દેખાવ કરશે અને અમેરિકન લોકો સુધી અમારો સંદેશ પહોંચાડશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી એ વહીવટીતંત્રનો જાહેર ચહેરો છે જે પ્રેસ કોપ્ર્સ સાથે વાતચીત કરે છે. જો કે, તેમના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે આ પરંપરા બદલી હતી અને પોતે મુખ્ય પ્રવકતા તરીકેની ભૂમિકા ભજવી હતી.
૨૦૧૭ અને ૨૦૨૧ ની વચ્ચેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે ચાર અલગ–અલગ પ્રેસ સેક્રેટરીની નિમણૂક કરી હતી, પરંતુ તેઓ ઘણીવાર લોકો સાથે સીધી વાત કરવાનું પસદં કરતા હતા. રેલીઓ હોય, સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે પ્રેસ બ્રીફિંગ હોય, ટ્રમ્પે પોતાની સ્ટાઈલ બનાવી છે.
ન્યૂ હેમ્પશાયરની રહેવાસી કેરોલિન લેવિટને ટ્રમ્પની કટ્ટર સમર્થક માનવામાં આવે છે. તેણે સુપર પીએસી માટે પ્રવકતા તરીકે કામ કયુ. ૨૦૨૨ માં, તે ન્યૂ હેમ્પશાયરથી કોંગ્રેસ માટે લડા હતા અને રિપબ્લિકન પ્રાઈમરી જીત્યા હતા, પરંતુ ડેમોક્રેટિક ઉમેદવાર સામે હારી ગયા હતા.
કેરોલીને ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસ પ્રેસ ઓફિસમાં કામ કયુ હતું. ત્યારબાદ તેણીએ ન્યુયોર્કના રિપબ્લિકન પ્રતિનિધિ એલિસ સ્ટેફનિક માટે સંચાર નિર્દેશક તરીકે કામ કયુ. ઓગસ્ટમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગની નિયમિતતા અંગે સંકેત આપતાં કહ્યું હતું કે નવું વહીવટીતત્રં પત્રકારોને સંપૂર્ણ અકસેસ આપશે.
પ્રથમ કાર્યકાળમાં, સીન સ્પાઇસર અને સારાહ હકાબી સેન્ડર્સ જેવા ટ્રમ્પના પ્રેસ સચિવોએ પત્રકારો સાથે ગરમ ચર્ચા કરી હતી.
સ્ટેફની ગ્રીશમે એક પણ બ્રીફિંગ રાખ્યું ન હતું યારે કેલી મેકેનીએ મીડિયા સાથે વાતચીત કરવામાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કેરોલીન લેવિટની નિમણૂક સંભવિત બીજા કાર્યકાળ માટે ટ્રમ્પની તૈયારીઓનો સંકેત આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMઅરવિંદ કેજરીવાલનો મોટો દાવો ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે
December 25, 2024 05:27 PMઉતરાખંડમાં મોટો અકસ્માત, ભીમતાલમાં બસ ઊંડી ખાઈમાં પડી, ૩ના મોત, અનેક ઘાયલ
December 25, 2024 04:45 PMઅલ્લા પણ કબજે કરેલી જમીન પર પઢાતી નમાઝ સ્વીકારતા નથી: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
December 25, 2024 04:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech