આ રિપોર્ટે ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે ટ્રમ્પ સરકારના અધિકારીઓ એક સરળ મેસેજિંગ એપ પર આટલી ગુપ્ત અને સંવેદનશીલ સુરક્ષા માહિતી કેમ શેર કરી રહ્યા છે. સિગ્નલ એપ વોટ્સએપ જેવી જ મેસેજિંગ એપ છે, પરંતુ તે કોઈ સરકારી કે સુરક્ષિત સિસ્ટમ નથી.
લડાકુ વિમાનો ક્યારે ઉડાન ભરશે તેનો પણ ઉલ્લેખ કરી દેવાયો
અહેવાલમાં જણાવાયું છે કે પીટ હેગસેથે એક ખાનગી ચેટમાં આ માહિતી શેર કરી હતી, જેનો અહેવાલ ગયા મહિને ધ એટલાન્ટિક મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો. ન્યૂ યોર્ક ટાઈમ્સે તે ચેટ ગ્રુપ સાથે જોડાયેલા ચાર લોકોના ટાંચમાં લીધા છે. તેમણે કહ્યું કે બીજી ચેટમાં, એફ/એ-18 હોર્નેટ્સ જેટ ક્યારે ઉડાન ભરશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ જ લડાકુ વિમાનોએ યમનમાં હુતી બળવાખોરોના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
ચેટ ગ્રુપમાં અધિકારીના પત્ની સહીત એક ડઝન લોકો સામેલ
અગાઉ ચેટ ગ્રુપમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ દ્વારા ભૂલથી ધ એટલાન્ટિક મેગેઝિનના એક પત્રકારનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે જે નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે એક અલગ ખાનગી ચેટ ગ્રુપનો છે, જે જાન્યુઆરીમાં પીટ હેગસેથે પોતે બનાવ્યો હતો. આ જૂથમાં તેમની પત્ની અને લગભગ એક ડઝન લોકોનો સમાવેશ થતો હતો જેઓ વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે તેમની નજીક હતા. એક અહેવાલ મુજબ, આ જૂથનું નામ "ડિફેન્સ | ટીમ હડલ" હતું અને આ જૂથ તેના સત્તાવાર ફોનને બદલે તેના અંગત ફોનથી ચલાવવામાં આવી રહ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech