રશિયા–યુક્રેન યુદ્ધ સમા થવાની આશા હવે ભારત સાથે જોડવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું છે અને આ માટે તેઓ રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનને વહેલી તકે મળવા માંગે છે. રશિયાના રાષ્ટ્ર્રપતિ પુતિને પણ આ બેઠક માટે ઈચ્છા વ્યકત કરી છે પરંતુ સવાલ એ થાય છે કે આ ઐતિહાસિક મુલાકાત કયાં થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રેમલિન એવા દેશોની યાદી તૈયાર કરી રહ્યું છે યાં આ બેઠક યોજાઈ શકે છે. આ દરમિયાન ભારતનું નામ સૌથી યોગ્ય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. ક્રેમલિન સાથે જોડાયેલા ઘણા લોકોનું માનવું છે કે આ બેઠક ભારતની ધરતી પર સફળ થઈ શકે છે. રશિયા–યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતે નિષ્પક્ષ અને સ્વતત્રં વલણ અપનાવ્યું છે. જેની આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પ્રશંસા થઈ છે. આ સાથે ૨૦૨૫માં રાષ્ટ્ર્રપતિ પુતિનની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના કાર્યકાળ દરમિયાન ભારતની મુલાકાતે આવી ચૂકયા છે.
ભારત કવાડનું સભ્ય છે અને ભારત ૨૦૨૫માં કવાડ કોન્ફરન્સની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. જેમાં અમેરિકાના રાષ્ટ્ર્રપતિ આવવાના છે. આ વર્ષે રશિયા અને અમેરિકા બંનેના રાષ્ટ્ર્રપતિ ભારતની મુલાકાતે આવશે. આ સિવાય ભારતની સ્થિતિ અને રાજદ્રારી ભૂમિકા તેને એક આદર્શ પ્લેટફોર્મ બનાવે છે યાં શાંતિની આશા જાગી શકે છે.
૨૩મી ડિસેમ્બરે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ રશિયાની મુલાકાત વખતે રાષ્ટ્ર્રપતિ પુતિનને તેમના દેશમાં મળવા આમંત્રણ આપ્યું હતું. જોકે ક્રેમલિનના સૂત્રોનું કહેવું છે કે રશિયા એક મિત્ર દેશની શોધમાં છે યાં આ બેઠકની સુવિધા મળી શકે.
યુદ્ધ પછી, રશિયાના રાષ્ટ્ર્રપતિ પુતિને ફકત તે જ દેશોની મુલાકાત લીધી છે જેને રશિયાના મિત્ર માનવામાં આવે છે. જેમાં ચીન, મંગોલિયા, વિયેતનામ, બેલાસ, કઝાકિસ્તાન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આઈસીસી દ્રારા ધરપકડ વોરટં જાહેર થયા બાદ પુતિને દક્ષિણ આફ્રિકાનો તેમનો પ્રવાસ પણ રદ કરી દીધો હતો. અમેરિકન અને રશિયન પ્રમુખો ઘણીવાર યુરોપમાં મળ્યા છે. ૨૦૨૧માં, રાષ્ટ્ર્રપતિ જો બાઈડેન અને પુતિન જીનીવા, સ્વિટઝરલેન્ડમાં મળ્યા હતા પરંતુ વર્તમાન સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના કેટલાક દેશોમાં જવાનું ટાળી રહ્યા છે.
જો આ બેઠક ભારતમાં થાય છે તો તે ન માત્ર રશિયા–યુક્રેન યુદ્ધને સમા કરવા માટે એક મોટું પગલું હશે, પરંતુ તે ભારતની રાજદ્રારી વિશ્વસનીયતાને પણ નવી ઐંચાઈઓ પર લઈ જશે. હવે સત્તાવાર પુષ્ટ્રિની રાહ જોવાઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech