ભારત સાથે સંબંધ બગાડ્યા પછીથી કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોની તકલીફો વધી રહી છે અને તેમના જ પક્ષમાં તેમના વિરુદ્ધ બળવો થઈ રહ્યો છે. ટ્રુડોની ઘટી રહેલી લોકપ્રિયતાને કારણે લિબરલ પાર્ટીના અડધાથી વધુ સાંસદો તેમને હટાવવાની માંગ કરી રહ્યા છે. આથી ગમે ત્યારે ટ્રુડો રાજીનામું આપવાની જાહેરાત કરે તેવી શક્યતા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાનું પદ છોડવાના છે. અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો આજે રાજીનામું આપી શકે છે. લિબરલ પાર્ટીમાં વધી રહેલા મતભેદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, લિબરલ પાર્ટીમાં અસંતોષ અને ઝઘડો વધી રહ્યો છે.
આ મામલે લિબરલ રાજીનામાનું કારણ
લિબરલ પાર્ટીના સભ્યોનું માનવું છે કે હવે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીની અંદર તેમની સામે નારાજગી વધી રહી છે અને આ નારાજગીનું પરિણામ એ છે કે સાંસદોએ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેમને હટાવવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રુડોને ઘણા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેના કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ થઈ રહ્યું છે.
રાજીનામું ન આપે તો પક્ષ હારી જાય એવી સ્થિતિ છે
જો કે, લિબરલ પાર્ટીને નવો નેતા ન મળે ત્યાં સુધી ટ્રુડો વચગાળાના વડાપ્રધાન રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પાર્ટીની સતત કથળતી જતી સ્થિતિને જોતા શક્ય છે કે તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે. લિબરલ પાર્ટીના ઘણા નેતાઓ અને સાંસદોનું માનવું છે કે જો ટ્રુડો રાજીનામું નહીં આપે તો આગામી ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે.
ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે વિશે અટકળો
જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે લિબરલ પાર્ટીના નેશનલ એક્ઝિક્યુટિવએ ટ્રુડોને બદલવાનો નિર્ણય લીધો છે. ત્રણેય સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રુડો તરત જ વડાપ્રધાન પદ છોડશે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી પદ પર રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. લિબરલ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી કોકસ સત્ર પછી આ મુદ્દા પર નિર્ણય લેશે.
આગળ શું થઈ શકે?
જો જસ્ટિન ટ્રુડો રાજીનામું આપે છે, તો લિબરલ પાર્ટીએ નવા નેતાની શોધ કરવી પડશે જે પક્ષને ફરીથી ગોઠવી શકે અને જનતાનો વિશ્વાસ જીતી શકે. આ સાથે જ ક્ધઝર્વેટિવ પાર્ટીના પિયર પોઈલીવરેને આગામી ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળશે અને જસ્ટિન ટ્રુડોનું રાજીનામું આ દિશામાં નવો વળાંક લાવી શકે છે.
જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા.
પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ અગ્રણી સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. આ પછી, બુધવારે (8 જાન્યુઆરી) નેશનલ લિબરલ પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ટ્રુડોના રાજીનામાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech