ગુલાબનગરમાંથી દારુ ભરેલો ટ્રક પકડાયો: કુલ 37.63 લાખનો મુદ્દામાલ કબજે

  • June 28, 2021 01:41 PM 

પંથકમાં દારુની રેલમછેલ: બે દિવસમાં વધુ એક અધધ... શરાબનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા: 1500 બૉટલ, ટ્રક તથા દારુ છૂપાવવા ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટિકની કોથળીઓ જપ્ત

જામનગર પંથકમાં દારુની રેલમછેલ જોવા મળી રહી છે, હજુ બે દિ’ પહેલાં ધ્રોલના લૈયારામાંથી તાજિયા ગેંગના સાગરીતોએ મંગાવેલો દારુ ભરેલો ટ્રક સહિતનો 27 લાખનો મુદ્દામાલ એલસીબીએ પકડી લીધો હતો. દરમિયાન ગઈકાલે ગુલાબનગરમાંથી વધુ એક દારુ ભરેલો ટ્રક અને બાચકાઓ મળી કુલ 37.63 લાખના મુદ્દામાલ સાથે બે શખસને દબોચી લેવાયા છે, જેમાં ચારના નામ ખૂલ્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી રહી છે.

ગુજરાત રાજયમાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા રાજયના પોલીસ વડા એ ખાસ આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરવા અને દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન મુજબ સિટી ‘બી’ સર્વેલન્સ સ્કોર્ડના  માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. ચાવડાને ચોકકસ સયુંકત બાતમી રાહે હકીકત મળેલ કે એક ટ્રક રજી. નં. જીજે-10-ટી.વી.8030 માં અમુક ઇસમો ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો લઇને ગુલાબનગર જુના જકાતનાકા પાસેથી પસાર શનાર છે જે હકીકત આધારે વોચ ગોઠવી આસેપીઓ ધર્મેશ ઉર્ફે ધમો દિલીપભાઇ ગોહિલ (ઉ.વ.31, ધંધો ડ્રાઇવીંગ રે. નવાગામ ઘેડ, મધુવન સોસાયટી નદીના છેડે, મેલડી માતાના મંદિર પાસે, જામનગર), ઇમરાન ઈકબાલ શેખ (ઉ.વ.3પ, ધંધો: રીક્ષા ડ્રાઈવર રે. કિશાન ચોક, મોદીનો વાડો, સુર્યવશી ચોક, જામનગર) વાળાઓ ઉપરોક્ત હકીકત વાળલ ટ્રક લઇ નીકળતા તે ટ્રકમાં પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલ બાચકાઓની પાછળ ભારતીય બનાવટના વિદશી દારૂની બોટલો ભરેલ બોટલો જેમાં મેકડોવેલ્સ નં.1 શીસર્વ વ્હીસ્કી ઓરીજનલ કાયની કપની સીલબધ બોટલો નંગ 1164 કિ.રૂ. 5,82,000, રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી કાચની કપની શીલબધ બોટલો નગ 336 ક્રિ.રૂ. 1,68.000.- તથા અશોક લૈલેન્ડ કંપનીની ટ્રક રજી. ન. જીજે-10-ટી.વી.-8030ની કિ.રૂ. 10.00,000 તથા દારૂ છુપાવવામાં ઉપયોગમાં લીધેલ પ્લાસ્ટીકની ડોથળીઓ ભરેલ બાચકા બીલ્ટી મુજબના કિ. 20.09,375 તથા મોબાઇલ નગ 2 કિ.3ૂ. 4,000 ગણી ફુલ ક્.િરૂ. 37.63.375 ના મુદામાલ સાથેસાથે પકડી પાડેલ છે.

આ દારૂ ફેજલ અબ્દુલભાઇ આમરોણીયા રહે. ગુલાબનગર જામનગર તાળાએ મામાં રહે. દમણ વાળા પાસેથી ભરાવી આપેલ હોય અને દીંગુભા જાડેજા રહે. ખંભાળીયા તથા રમીઝ મામદ ગોરી રહે. વાઘેરવાડો તથા સબલો ગજીયા (વાઘેર) રહે. વાઘેરવાડો, આશાપુરા મંદિર પાસે, જામનગર વાળાઓએ મંગાવેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધ ધોરણસર થતા પો.સબ ઇન્સ. યશપાલસિંહ રાણાએ ફરિયાદ આપેલ છે.

આ કામગીરીમાં પો.ઈન્સ. કે.જે.ભોયે તથા પો.સબ.ઇન્સ, વાય.બી.રાણા તથા એ.એસ.આઇ. બશીરભાઇ મુંદ્રાક, પો.હેડ કોન્સ. શોભરાજસિંક જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા રવીન્દ્રસિંહ જાડેજા તથા ફૈઝલભાઇ ચાવડા તથા જગદીશભાઇ મકવાણા તથા પો.કોન્સ શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઇ ત્રિવેદી. મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS