બાતમીના આધારે એલસીબી ત્રાટકી : ૧૩૨૭૨ શરાબની બોટલો પશુના ચારાની આડમાં સંતાડેલી :પંથકમાં ચકચાર : રાજસ્થાની શખ્સની અટક
દ્વારકા તાલુકાના કુરંગા ગામ પાસેથી વિદેશી દારુ ભરેલા ટ્રકને એલસીબીએ ઝડપી લીધો હતો, રાજસ્થાની ટ્રકચાલકની અટકાયત કરી ૧૩૨૭૨ શરાબની બોટલો, ટ્રક મળી કુલ ૮૮ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો, પશુચારાની નીચે બાચકાઓમાં દારુની બોટલો સંતાડવામાં આવી હતી જે બાતમીના આધારે કબ્જે લેવાઇ છે, જથ્થો મોકલનાર રાજસ્થાનીની સંડોવણી સામે આવી છે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સુચનાથી દેવભુમી દ્વારકા જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતીએ ઇંગ્લીશ દારુનુ દુષણ ડામવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરતા દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલની રાહબરી હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા પીએસઆઇ બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ અને સ્ટાફની ટીમો બનાવી દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલીસીબીના એએસઆઇ સજુભા જાડેજા, હેડ કોન્સ જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાને હકીકત મળેલ કે કુરંગા પાસે આરએસપીએલ કંપની સામે આવેલ ગાત્રાળ હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રક નં. જીજે૩૭ટી-૫૩૭૬ પાર્ક કરેલ છે, અને તેમા બાચકાઓની આડમાં ઇંગ્લીશ દારુનો મોટો જથ્થો ભરેલો છે.
જે બાતમી આધારે ખાતરી કરી તલાશી લેતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારુની અલગ અલગ બ્રાન્ડની ૧૩૨૭૨ બોટલ કિ. ૫૩.૦૮.૮૦૦ તથા ૩૫ લાખની કિંમતનો ટ્રક અને આ ટ્રકમાં પશુચારાની નીચે ૧૦૦ જેટલા બાચકામાં દારુ સંતાડેલો હતો તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૮૮.૨૯.૯૪૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ટ્રકચાલક રાજસ્થાનના બાડમેર જીલ્લાના રામસર તાલુકાના ગંગાલા ગામના વિષ્ણોઇની ઢાળી ખાતે રહેતા કૈલાશકુમાર મોહનલાલ બિશ્નોઇ (ઉ.વ.૨૫)ની અટક કરી હતી, જથ્થો મોકલનાર રાજસ્થાન સાચોરના ગોપાલનું નામ ખુલ્યુ હતુ આ બંનેની સામે દ્વારકા એલસીબી એએસઆઇ અરજણભાઇ મારુએ ફરીયાદ આપતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરોડાના પગલે દ્વારકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, રાજસ્થાનથી આવેલો વિદેશી દારુનો જંગી જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech