પોરબંદરના નટવરસિંહજી ઉદ્યાનમાં શૌચાલય બનાવવા માટેનો વિવાદ કોર્ટમાં ચાલતો હોવાથી જ્યારે પોરબંદર નગરપાલિકા હતુ ત્યારે એ સમયના પ્રમુખે અહીં આવતા પર્યટકો અને યોગપ્રેમીઓની સુવિધા માટે મોબાઇલ ટોઇલેટવાન મૂકી હતી પરંતુ મહાનગરપાલિકાએ ટોયલેટવાનને દૂર કરી દેતા સવારે લઘુશંકા કરવા માટે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે એટલું જ નહી સાઇડગેટ અને સીકયુરીટી ગાર્ડ માટે કેબીન બનાવવા માટે અનેક રજુઆતો કરવા છતાં નિવેડો આવ્યો નથી તેથી વધુ એક વખત રજૂઆત થઇ છે.
પોરબંદરના ખીજડીપ્લોટમાં દરરોજ નિ:શુલ્ક યોગની તાલીમ આપતા જીતેન્દ્રભાઇ વ્રજલાલ મદલાણીએ સાંસદથી માંડીને જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે તેઓ આ ગાર્ડનમાં પોરબંદરના નાગરિકોના સ્વાસ્થ્ય સંબંધે નિ:શુલ્ક યોગ શીખવાડવા માટે સવારના સમયે હાજર રહી તમામ સભ્યોને યોગ શીખવાડીએ છે અને હાલ ૫૦થી વધારે આ યોગ શિબિરમાં સભ્યો જોડાયેલ છે અને આ યોગ શિબિર કાયમી રીતે કાર્યરત છે. હાલ આ ગાર્ડન નગરપાલિકા હસ્તક હોય પરંતુ આ ગાર્ડનનો મામાદેવ મંદિર સાઇડ રહેલ નાનો ગેઇટ હાલ કોઇ કારણોસર નગરપાલિકા પોરબંદર દ્વારા બંધ કરવામાં આવેલ છે. યોગ શીખવા તેમજ અન્ય પોરબંદરના નાગરિકોને અગવડતા પડતી હોય જેને કારણે ફરીને મેઇનગેઇટ પરથી આવવુ પડે છે. ઘણીવાર કુદરતી ઘટનાઓ બનતી હોય છે અને અન્ય કોઇ નીકળવાની એકઝીટ પોઇન્ટ રહેલ ન હોય મોટી દુર્ઘટનાઓ કે અકસ્માતો બની શકે છે. અમો અરજદારે આ સંબંધે વૈકલ્પિક ગેટ બાબતની મૌખિક રજુઆતો યોગ્ય સક્ષમ અધિકારીઓને કરેલ તેમ છતાં આજ દિવસ સુધી વૈકલ્પિક ગેટની કોઇ વ્યવસ્થા તથા સિકયુરીટી કેબીન બાબતે નગરપાલિકાના અધિકારીઆી દ્વારા કરવામાં આવેલ નથી.
આ ગાર્ડનમાં નિ:શુલ્ક કાર્ય સેવા કરતા હોય અને કોઇપણ કારણ વગર ગેટ બંધ થતા અમોને ફરિયાદો મળતા હાલની આ અરજી સાથે અરજ કરીએ છીએ કે અમારી આ અરજીને ધ્યાને લઇ મામાદેવ મંદિર સાઇડ રહેલ ગાર્ડનની દીવાલમાં અન્ય વૈકલ્પિક નાનો અથવા મોટો ગેઇટ મુકવા તેમજ સીકયુરીટી ગાર્ડ માટે કેબીન બનાવવા યોગ્ય સક્ષમ ઓથોરીટીને હુકમ કરવા માંગ છે. તેમ જણાવ્યુ હતુ.
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે પોરબંદરમાં ખીજડીપ્લોટ ખાતે યોગ કરવા આવતા સાધકોને યુરીનલ નહી હોવાથી ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ યોગસાધકોની આ સમસ્યાને ગંભીર ગણીને મોબાઇલ ટોયલેટ મૂકયુ હતુ પરંતુ પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ અધિકારીઓએ તેને દૂર કરી દીધુ છે જેના કારણે લઘુશંકા કરવા માટે યોગપ્રેમીઓને ખૂબ મોટી મુશ્કેલી વેઠવી પડે છે. લોકોની આ પીડાને સમજીને સરકારીબાબુઓ વહેલીતકે યોગ્ય કરી તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech