૧૦ લાખનો મુદામાલ કબ્જે: મોડા ગામમાં વેપારી દાની ૧૨ બોટલ સાથે પકડાયો : બાવરીવાસમાં દેશી દા અંગે દરોડા
જામનગર નજીક નાઘુના ગામ રોડ પર જામનગરના ૩ શખ્સોને સીએનજી રીક્ષામાં વિદેશી દાની બોટલો લઇને નીકળતા પકડી લેવામાં આવ્યા હતા, જયારે મોડા ગામમાં એક વેપારી શરાબની ૧૨ બોટલ સાથે ઝપટમાં આવ્યો હતો, ઉપરાંત શહેરના બાવરીવાસ વિસ્તારમાં બે સ્થળે દેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગરના પવનચકકીના ઢાળીયે રહેતા સંજય ચંદ્રકાંત નંદા, શંકરટેકરીમાં રહેતા મયુરસિંહ ચંદુભા પિંગળ, હર્ષદમીલની ચાલી પાસે પટેલનગર શિવદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સવજી ડાયા પાટડીયા નામના ત્રણ શખ્સો ઇંગ્લીશ દાની ૨૦ બોટલો સીએનજી રીક્ષા નં. જીજે૨૩ડબલ્યુ-૪૫૩૯માં લઇને નાઘુના ગામ સ્કુલ રોડ પરથી નીકળતા પંચ-બી પોલીસે પકડી લીધા હતા અને કુલ ૧.૧૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં જામનગર તાલુકાના મોડા ગામ ચોરાવારી શેરીમાં રહેતા વેપારી દિગ્વીજયસિંહ સંજયસિંહ જાડેજાને ઇંગ્લીશ દાની ૧૨ બોટલ સાથે ગામની ગૌશાળા નજીક પંચ-એ પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત જામનગરના વુલનમીલ ફાટક, બાવરીવાસમાં રહેતી જયોતીબેન રામકલ્યાણ બાવરીના ઝુપડેથી ૫ લીટર દેશી દારુ, ૭૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા, જયારે બાવરીવાસમાં રહેતી રામપ્યારી રામપ્રસાદ વઢીયારના ઝુપડેથી ૪ લીટર દેશી દારુ, ૧૦૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech