જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષણવિદ્દો જોડાયા
કલ્યાણપુર તાલુકાના નંદાણા મુકામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર અને રાજ્ય સંઘ ઉપપ્રમુખ શુકલભા સુમણીયાના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં આગામી દિવસોમાં વિદ્યા સહાયક ભરતીમાં વધારે શિક્ષકો ફાળવવામાં આવે તથા જિલ્લા ફેર શિક્ષકોનો વિદાય એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
આ આયોજનમાં 300 જેટલા શિક્ષક ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણ સંઘના જાગૃત અને નીડર પ્રમુખ મેરામણભાઈ ગોરીયા દ્વારા સૌ શિક્ષકોને એકતા રાખવા, જાગૃતતા દાખવવા અને માતૃસંઘ સાથે જોડાયેલા રહેવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ચારેય તાલુકા ઘટક સંઘમાંથી કલ્યાણપુરના પ્રમુખ કરશનભાઈ રાવલિયા, ખંભાળિયા તાલુકા સંઘના પ્રમુખ જગદીશભાઈ ડેર, જિલ્લા ઉપ પ્રમુખ પરેશભાઈ ચાવડા, મુકેશભાઈ જોષી, જગદીશભાઈ છૂછર, દર્શનાબેન ત્રિવેદી, દ્વારકા તાલુકા સંઘના મહામંત્રી પ્રાગજીભા માણેક, જેન્તીભાઈ નકુમ, દોલાભાઈ, મારખીભાઈ ગોરીયા વિગેરે હોદેદારો તથા કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારણભાઈ, બી.આર.સી. ચેતનભાઈ, કેળવણી નિરીક્ષક વેણીલાલ પણ જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું હાજાભાઈ વાળા, કિશોરભાઈ પરમાર અને તમામ જિલ્લા ફેર વારા શિક્ષકો દ્વારા આયોજન થયું હતું. કાર્યક્રમનું સંચાલન ડી.કે. કરમુર દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલકતોના બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ
December 11, 2024 04:16 PMખંભાળિયામાં ૪૮ હજાર કરોડની મધલાળ દેખાડીને મોટી ઠગાઇનો પ્રયાસ
December 11, 2024 04:13 PMમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
December 11, 2024 04:11 PMજંગલેશ્ર્વરમાં ડિમોલિશન મામલે મનપાના હિયરિંગમાં હોબાળો
December 11, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech