પોરબંદરની સંસ્થાઓ દ્વારા મુંબઈના આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ, યુવા ચેમ્બર દ્વારા મુંબઈ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આજથી ૧૬ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ ૧૦ જેટલા પાકિસ્તાની આતંકીઓ દ્વારા ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી મુંબઈના તાજ હોટલ, લીઓપોલ્ડ કાફે, નરીમન હાઉસ, સી.એસ.ટી.રેલ્વે સ્ટેશન તેમજ ઓબેરોય હોટેલ ખાતે આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો,જેમાં પોલીસ જવાનો, એન.એસ.જી કમાન્ડો સહિત કુલ ૧૬૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
જેઓને રોટરી ક્લબ ઓફ પોરબંદર, ડીસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, યુવા ચેમ્બર દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શઆતમાં રોટરી કલબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ કી-નોટ સ્પીકરે આતંકી હુમલા પાછળની કહાની જેમાં આ હુમલાનું પ્લાનિંગ કંઈ રીતે થયું આતંકીઓને ટ્રેનીંગ ક્યાં આપવામાં આવી આ હુમલા પાછળ આ ૧૦ આતંકીઓ સહિત અન્ય કોણ શામેલ હતુ,જેવી મહત્વપુર્ણ વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ પ્રમુખ દિવ્યેશભાઈ સોઢા,ડીસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી,પોરબંદરના સ્પીકર ઋષિકા હાથી, ટી.કે.કારીયા, અનિલભાઈ કારીયા, રેડક્રોસ સોસાયટી પ્રમુખ લાખાણશી ગોરાણીયા,કીર્તિમંદિર પોલીસ મથકના પી.આઇ. જે.જે. ચોધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગેંગરેપના મુખ્ય આરોપીના થાવરીયા ગામે ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા ડિમોલિશન
December 04, 2024 01:41 PMખંભાળિયામાં ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
December 04, 2024 01:38 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 26 ડિસેમ્બરે યોજાશે
December 04, 2024 01:36 PMખંભાળિયા નજીક ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્વસ્થ યુવાને આપઘાત કર્યો
December 04, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech