ખંભાળિયામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

  • June 24, 2021 11:08 AM 

તા. 23 જૂનના રોજ દેશ માટે ગૌરવપ્રદ દેશભક્ત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના પુણ્યતિથિ દિનને ખંભાળિયામાં આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો.

જનસંઘના સ્થાપક અને એક અચ્છા શિક્ષક એવા ડો. શ્યામ પ્રસાદ મુખર્જીના નિર્વાણ દિનને સમગ્ર દેશમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખંભાળિયા શહેર ભાજપના ઉપક્રમે બલિદાન દિવસ નિમિત્તે ગઈકાલે બુધવારે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલ તન્નાના વડપણ હેઠળ ભાજપના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી, શહેરના દરેક વોર્ડના શક્તિ કેન્દ્ર ખાતે તેમને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

બલિદાન દિવસ નિમિત્તે ખંભાળિયા નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં જુદા જુદા સ્થળોએ યોજવામાં આવેલા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપના મહામંત્રી પિયુષભાઈ કણજારીયા, કાર્યક્રમના ઈન્ચાર્જ ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના શહેર તથા જિલ્લા યુવા ભાજપના કાર્યકરોએ આ સ્થળોએ ઉપસ્થિત રહી, ડોક્ટર મુખરજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS