હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વિર શહીદોને શ્રઘ્ધાંજલી

  • July 27, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમમાં નગરશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ: શૌર્ય ભર્યા દેશભકિતના ગીતોમાં લોકો બન્યા તલ્લીન: માજી સૈનિકો ઝુમી ઉઠયા

હાલાર માજી સૈનિક મંડળ દ્વારા દર વર્ષે કારગીલ વિજય દિવસ નિમિતે વિર શહીદોને શ્રઘ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે, જેના ભાગરુપે ગઇકાલે ૨૬ જુલાઇના રોજ સાંજે ૬ વાગ્યે વિશ્ર્વકર્મા બાગ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,
કારગીલ વિજય દિવસ નિમિતે આ યુઘ્ધમાં વિર શહીદ પામેલા યોઘ્ધાઓને શ્રઘ્ધાંજલી અર્પવા માટે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા ગઇકાલે સાંજે ૬ વાગ્યે ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી વિશ્ર્વકર્મા બાગ ગાંધીનગર મેઇન રોડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે હાલારના કારગીલ યુઘ્ધમાં શહીદ થયેલ રમેશભાઇ જોગલ પરીવાર, અશોકસિંહ જાડેજા પરીવાર તથા હરીલાલ મકવાણા પરીવાર ઉપસ્થિત રહ્યા હતાં તેમનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, અમર જયોત પ્રગટાવી, સલામી આપવામાં આવી હતી,  
આ શ્રઘ્ધાંજલીના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ સંસદ સત્ર ચાલું હોય તેમના પ્રતિનિધિ મારફત શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો હતો, મેયર બીનાબેન કોઠારી, જાણીતી તેજાબી વકતા કાજલ હિન્દુસ્તાની, સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયા, રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલ, યુવા રાજપૂત અગ્રણી જગદીશસિંહ ધમેન્દ્રસિંહ જાડેજા, સહિતના નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કારગીલ યુઘ્ધમાં શહીદ થયેલા યૌઘ્ધાઓ અને ખાસ કરીને હાલારના શહીદોને શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી.
આ વિર શહીદ શ્રઘ્ધાંજલી કાર્યક્રમમાં પ્રશાંતભાઇ મકવાણા, સપનાબેન બાલા, નરેન્દ્રભાઇ દુધરેજીયા અને મુન્નાખાન પઠાણ દ્વારા દેશભકિતના ગીતોથી જાહેર જનતાને દેશભકિતના ગીતોથી મંત્રમુગ્ધ કર્યા હતાં. શૌર્યભર્યા દેશભકિતના ગીતોથી માજી સૈનિકો સહિતના નગરજનો ઝુમી ઉઠયા હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજક પ્રમુખ ભરતસિંહ એન.જાડેજા તથા હોદેદારો જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application