ખંભાળિયાના અડીખમ નેતાને વડાપ્રધાન, મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ

  • June 21, 2021 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ આપી શોકાંજલી

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં એક માંધાતા તરીકેની ઉજળી નામના ધરાવનાર તથા સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ પ્રાપ્ત કરનાર કાળુભાઈ ચાવડાનું ગત તારીખ 7 જૂનના રોજ નિધન થતા માત્ર ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર આહીર સમાજ સાથે રાજકીય વર્તુળોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

    ટૂંકી બીમારી બાદ કાળુભાઈ ચાવડાનું અવસાન થતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના પરિવારજનોને સંબોધી એક લેખિત પત્ર પાઠવીને દિલસોજી વ્યક્ત કરી હતી. આટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કાળુભાઈ ચાવડાની સેવા-નિષ્ઠાને યાદ કરી તેમના નિધન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

    આ ઉપરાંત ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ પણ કાળુભાઈને એક પ્રથમ હરોળના રાજકીય આગેવાન તરીકે બિરદાવી, તેમના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

    આ ઉપરાંત રાજ્યમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, વાસણભાઈ આહીર, જવાહરભાઈ ચાવડા સહિતના નેતાઓ વિગેરેએ પણ કાળુભાઈ ચાવડાના નિધન બદલ શોક વ્યક્ત કરી તેમને અંજલિ પાઠવી હતી.

     ભાજપના પાયાના કાર્યકરથી જિલ્લાના નેતા સુધીની મહત્વની સફરમાં અનેક નાના તથા ગરીબ લોકોને સહાયભૂત થઈ, અવિસ્મરણીય યાદ છોડી જનારા કાળુભાઈ ચાવડાને સમગ્ર જિલ્લાના નાનાથી માંડી મોટા લોકો તથા આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS