ભારતની પ્રથમ સ્વદેશી લાઇટ ટેન્ક જોરાવરની ડેવલપમેન્ટ ટ્રાયલ શ થઈ ગઈ છે. ડીઆરડીઓને આશા છે કે તેનો યુઝર ટ્રાયલ પણ એપ્રિલ સુધીમાં શ થઈ જશે. આ ટ્રાયલ ભારતીય સેના દ્રારા કરવામાં આવશે. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું છે કે તેમાં ભારે એન્જિન લગાવવામાં આવ્યા છે. હાલમાં તેને ૧૦૦ કિલોમીટર સુધી ચલાવીને ટ્રાયલ કરાયો છે.જોરાવરને પંજાબી ભાષામાં બહાદુર કહેવામાં આવે છે. તેને એવી રીતે બનાવવામાં આવશે કે તેના કવર એટલે કે બોડીને શકિતશાળી હથિયારોથી પણ અસર નહિં થાય. ટેન્કમાં બેઠેલા લોકો સુરક્ષિત રહેશે. સાથે જ તેની મારક ક્ષમતા ઘાતક છે. આ ઉપરાંત તે વધુ સારી ઝડપે દોડી શકે છે.
ભારતીય સેનાએ ડીઆરડીઓને ૫૯ જોરાવર ટેન્ક બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ ટેન્ક એલ એન્ડ ટી દ્રારા બનાવવામાં આવી રહી છે. ડીઆરડીઓ દ્રારા ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૯ લાઇટ ટેન્કની માંગ છે જેના માટે સાતથી આઠ કંપનીઓ સ્પર્ધામાં છે. ભારતીય સેના આ ટેન્કને ચીન સરહદ પાસે લદ્દાખમાં તૈનાત કરવાની તૈયારી કરી રહી છે.
જોરાવરને પંજાબી ભાષામાં બહાદુર કહેવામાં આવે છે. આ એક સશક્ર વાહન છે. તેને એવી રીતે બનાવવામાં આવશે કે તેના કવર એટલે કે બોડીને શકિતશાળી હથિયારોથી પણ ભેદી નહીં શકાય. ટેન્કમાં બેઠેલા લોકો સુરક્ષિત રહેશે. સાથે જ તેની મારક ક્ષમતા ઘાતક છે. આ ઉપરાંત તે વધુ સારી ઝડપે દોડી શકે છે. ટેન્કની અંદર આધુનિક કોમ્યુનિકેશન ટેકનોલોજી લગાવવામાં આવશે. માત્ર ૨૫ ટન વજન, ચલાવવા માટે ફકત ત્રણ લોકોની જર જોરાવર ટેન્ક ડીઆરડીઓ દ્રારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને બનાવવાનું કામ લાર્સન એન્ડ ટર્બેાને આપવામાં આવ્યું છે. ભારતીય સેનાને આવી ૩૫૦ ટેન્કની જર છે. આ ટેન્ક માત્ર ૨૫ ટનની હશે. તેને ચલાવવા માટે માત્ર ત્રણ લોકોની જર પડશે.આ ટેન્કનું નામ જનરલ જોરાવરસિંહ કહલુરિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે ૧૮૪૧માં ચીન–શિખ યુદ્ધ દરમિયાન કૈલાશ–માનસરોવર પર લશ્કરી અભિયાનનું નેતૃત્વ કયુ હતું. ભારત પહેલા રશિયા પાસેથી આવી ટેન્કો ખરીદવા માંગતું હતું. પરંતુ બાદમાં તેને દેશમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દેશની પ્રથમ ટેન્ક હશે જેને માઉન્ટેન ટેન્ક કહી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech