Live: રાજકોટ મહાપાલિકાનો ટ્રેંડ : ભાજપની સત્તા રાજકોટમાં નક્કી, ટાગોર રોડ પર આતશબાજી, વિરાણી ચોકમાં ટ્રાફિક જામ

  • February 23, 2021 11:52 AM 

રાજકોટમાં આજે 9 કલાકથી મનપાની ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી શરુ થઈ ચુકી છે. શહેરમાં માતુશ્રી વિરબાઈમા મહિલા કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ, વિરાણી હાઈસ્કૂલ, એ.વી. પારેખ ટેકનીકલ ઈન્સ્ટિટયુટ, પી.ડી. માલવિયા કોલેજ અને આનંદનગર મેઈન રોડ પર વાણિયાવાડી નજીક આવેલ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી છે.  

 
રાજકોટ મહાપાલિકા ચૂંટણી પરિણામ અપડેટ
 

  • વોર્ડ નં.૮માં ભાજપની પેનલનો ૭૦૦૦ મતની લીડથી વિજય
  • ટાગોર રોડ પર આતશબાજી, વિરાની ચોકમાં ટ્રાફિક જામ
  • વોર્ડ નંબર ૪ માં બે રાઉન્ડના ૩૭૦૦૨ મતની ગણતરી પુરી: ભાજપના કાળુભાઈ કુગશીયાને ૫૨૨૬,કંકુબેન ઉધરેજાને૪૩૩૯, નયનાબેન પેઢડીયાને ૩૮૮૨,પરેશ પીપળીયા ને ૩૫૯૭ મત મળ્યા: ભાજપના તમામ ઉમેદવારો આગળ
  • વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા સિવાય એક પણ ઉમેદવાર 1500મતથી આગળના વધ્યા
  • વોર્ડ નંબર 10માં આપના સુપડા સાફ
  • વોર્ડ નં.7માં ભાજપની પેનલના નેહલ શુક્લ, દેવાંગ માંકડ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા જંગી બહુમતીથી આગળ, 18000 મતની લીડ
  • વોર્ડ નંબર 10, બુથ નંબર 8 માં ભાજપના ઉમેદવાર આગળ
  • વોર્ડ નં.૭માં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ, ૨૫માંથી ૧૨ મત મેળવી ભાજપની પેનલ આગળ
  • વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલ આગળ
  • વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલ બીજા રાઉન્ડમાં લીડથી આગળ
  • વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા પાછળ
  • વોર્ડ નં.૭માં મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, ભાજપની પેનલ આગળ, પછાત વિસ્તારોના બુથમાં પણ લીડ
  • વૉર્ડ નંબર 1,2,3 માં મતગણતરી 9.44 કલાક સુધી શરૂ ન થઈ. 
  • વોર્ડ નં.૭માં મત ગણતરીનો બીજો રાઉન્ડ પૂર્ણ, ૩૫૦૦ મતથી ભાજપ આગળ
  • વૉર્ડ 13માં બેલેટમાં ક્રમ પ્રમાણે આગળ પ્રથમ કોંગ્રેસ બીજા નંબરે આપ અને ત્રીજા ભાજપ
  • વોર્ડ નં.૭માં મત ગણત્રીનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ, ભાજપ ૪૫૦૦ મતથી આગળ
  • રાજકોટ - વોર્ડ નં 13માં કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન ડાંગર આગળ...
  • વોર્ડ નંબર 10 માં ભાજપની આખી પેનલ લીડથી આગળ


રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડની 72 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં 5,67,001 પુરુષ અને 5,26,970 મહિલા મતદારો મળી કુલ 10,93,991 મતદારોમાંથી 3,09,254 મહિલા અને 2,45,609 પુરુષ સહિત કુલ 5,54,863 મતદારોએ પોતાનો મતાધિકાર ભોગવ્યો હતો. કુલ મતદાન 50.72 ટકા થયું છે તેમાં મહિલાઓનું 46.61 અને પુરુષોનું 54.54 ટકા રહ્યું હતું. 
 

આજે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવશે અને બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહત્વપૂર્ણ છે કે 45માંથી 40 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે. મતદારો વધુ એક વખત ભાજપને સત્તાના સૂત્રો સોંપે છે કે કેમ ? તેનો જવાબ બપોર સુધીમાં મળી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS