બાબા હરદેવસિંહજીની સ્મૃતિમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ સરંક્ષણ અભિયાન

  • March 02, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંત નિરંકારી મિશન દ્વારા 21 થી 23 ફેબ્રુઆરી સુધી દેશભરમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષાસંરક્ષણ અભિયાનનો આયોજન કરવામાં આવેલ. જેમાં જામનગર સહિત દેશભરમાં 3000 શાખાઓમાં ર લાખ છોડનું વાવેતર કરવામાં આવેલ. સાથે તે જ છોડ ને 3 વર્ષ સુધી સંરક્ષિત કરવાનો પ્રણ પણ લેવામાં આવેલ. આ અભિયાન બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં આયોજીત કરવામાં આવેલ જેઓએ 36 વર્ષો સુધી આ મિશનની જવાબદારી સંભાળેલ અને સંપુર્ણ માનવતાને કૃતજ્ઞ કરેલ.

વર્તમાન સદગુ માતા સુદીક્ષાજી મહારાજની પ્રરેણા દ્વારા સંત નિરંકારી મિશન દ્વારા સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશનનાં તત્વદાનમાં જામનગરના મોટા થાવરીયા ગામમાં સવારે 10 વાગ્યે સ્થાનીય સંયોજક શ્રી મનહરલાલ રાજપાલજીની આગેવાની હેઠળ નિરંકારી મિશનનાં સેવાદળના સભ્યો તેમમવજ થાવરીયા ગામના નિરંકારી શ્રદ્ધાળુ ભકતો દ્વારા અલગ અલગ 30 પ્રજાતીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ તેમજ પટેલ કોલોની સ્થિત  સંત નિરંકારી સત્સંગ ભવનમાં ફુલમાં રોપાઓ તેમજ વૃક્ષોના છોડ કુંડા સાથે ભેટ પણ આપવામાં આવેલ.

અંતમાં થાવરીયા ગામનાં મુખી મુળજીભાઇએ આ ભગીરથ કાર્યને પોતાના ગામમલની પસંદગી કરવા બદલ સંત નિરંકારી મિશન પ્રતિ આભાર વયકત કરેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS