યુક્રેન સામે લડવા માટે ખાનગી રશિયન સૈન્યમાં જોડાવા માટે ગયેલા અને બાદમાં ફસાઈ ગયેલા ચાર ભારતીયો ખુબ જ ખરાબ અનુભવ સાથે સ્વદેશ પરત ફયર્િ છે.
એક અહેવાલ મુજબ, ચાર ભારતીય નાગરિકને એક ખાનગી રશિયન આર્મીમાં કપટપૂર્વક ભરતી કરવામાં આવ્યા હતા અને તેમને રશિયા-યુક્રેન યુદ્ધમાં લડવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ નાગરિકોએ જણાવ્યું હતું કે અન્ય ઘણા લોકો હજુ પણ રશિયામાં અટવાયેલા છે, બચાવની રાહ જોઈ રહ્યા છે, જેમણે રશિયા-યુક્રેન યુદ્ધમાં સૈનિકો તરીકે સેવા આપી છે.
દેશમાં પરત આવેલા લોકોએ ત્યાની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે તેઓ રશિયામાં સુરક્ષા કર્મચારીઓ અથવા મદદગારો તરીકે નોકરીઓનું વચન આપતા અને એ રીતે ઘણા યુવાનોને ડિસેમ્બર 2023 માં રશિયા મોકલવામાં આવ્યા પરંતુ ત્યાં ગયા પછી ખ્યાલ આવ્યો કે અમારી સાથે છેતરપીંડી થઈ છે.
સુફિયાને કહ્યું કે અમારી સાથે ગુલામો જેવું વર્તન કરવામાં આવ્યું હતું. અમે દરરોજ સવારે 6 વાગ્યે જાગી જતા હતા અને 15 કલાક કામ કરવા માટે તૈયાર કરવામાં આવતા હતા , તે પણ આરામ કે ઊંઘ વિના. પરિસ્થિતિઓ અમાનવીય હતી.
સેનામાં દાખલ થયા પછી, પુરુષોએ ખાઈ ખોદવી, એસોલ્ટ રાઇફલ્સ ચલાવવાની હતી. તેમને એકે-12 અને એકે-74 જેવા કલાશ્નિકોવ્સ, હેન્ડ ગ્રેનેડ અને અન્ય વિસ્ફોટકોનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી હતી.અમારા હાથ પર ફોલ્લા હતા, અમારી પીઠમાં દુખાવો હતો તેમ છતાં જો અમે થાકના કોઈ ચિહ્નો દશર્વ્યિા, તો અમારા પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. અમારા ફોન જપ્ત કરવામાં આવ્યા હતા જેથી અમે ઘરના લોકો સાથે વાત પણ કરી શકતા ન હતા.
કણર્ટિકના સૈયદ ઇલિયાસ હુસૈની, જેમને રશિયામાંથી પણ બચાવી લેવામાં આવ્યા હતા, તેમણે કહ્યું કે ડર તેમના જીવનનો સતત ભાગ બની ગયો છે કારણ કે તેઓ જાણતા ન હતા કે તેઓ કેટલો સમય જીવશે.સુફીયાન તેના મિત્ર હેમિલના મૃત્યુને યાદ કરીને કહે છે, ગુજરાતનો મારો ખૂબ જ સારો મિત્ર હેમિલ ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. તે 24 સૈનિકોની ટીમનો ભાગ હતો, જેમાં એક ભારતીય અને એક નેપાળીનો સમાવેશ થાય છે.હેમિલનું મૃત્યુ તેમના માટે તેમના પરિવારોને પરિસ્થિતિ વિશે ચેતવણી આપવા માટે ઉત્પ્રેરક બન્યું, જેઓ પછી કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકર સુધી પહોંચ્યા જેમણે તેમના બચાવમાં મદદ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech