જામનગરમાં મેઘરાજાને રિઝવવા વેપારી સંસ્થા દ્વારા ભંડારો

  • July 10, 2021 01:29 PM 

ધી સિડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન-ગ્રેઈન માર્કેટ દ્વારા મેઘાને મનાવવા ભંડારાનું આયોજન કોવિડ 19ના નિયમોનું ચૂસ્તપણે પાલન કરીને કરવામાં આવ્યું હતું.

છેલ્લા પંદર-વીસ દિવસથી ઠાઈ ગયેલાં મેઘરાજાને મનાવવા માટે ધી સિડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન-ગ્રેઈન માર્કેટ દ્વારા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બુંદીના લાડુ અને ગાંઠિયાનું વિતરણ જામનગરની જૂદી-જૂદી સંસ્થાઓ તેમજ ગરીબ માણસો માટે જે બનાવતા હતાં તેને બદલે સંસ્થાએ આ વર્ષે જામનગરની જૂદી-જૂદી ગૌશાળામાં ગાયો માટે ઘઉંના લોટના લાડુ બનાવીને કરવામાં આવશે.

દર વર્ષે વેપારી સંસ્થા દ્વારા બુંદીના લાડુ અને ગાંઠિયા બનાવીને વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે જરા હટકે 600 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 120 કિલો તેલમાંથી લાડુ બનાવીને જામનગર શહેરની જૂદી-જૂદી ગૌશાળાઓમાં જઈને આયોજકો દ્વારા તા.11, જુલાઈથી  અંદાજે 6 હજાર નંગ ઘઉંના લાડુ ગૌ માતાને ખવડાવવામાં આવશે.

છેલ્લા ઘણાં વર્ષથી જામનગર જિલ્લો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા કરતાં જામનગર શહેર-જિલ્લામાં વરસાદ પાછોતરો પડે છે જેને લીધે ખેતીના પાક, પશુ-પંખીઓને પાણીની તકલીફ રહેતી હોય છે. જામનગર ધી સિડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દર વર્ષે ભંડારાનું આયોજન કરીને સેવાકીય કાર્ય કરે છે.

ધી સિડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા અંદાજે 6 હજાર નંગ ઘઉંના લાડુ બનાવીને આવતીકાલથી જામનગરની જૂદી-જૂદી ગૌશાળા જેમ કે આણંદાબાવા ગૌશાળા (ઢીંચડા), આણંદાબાવ ગૌશાળા (ધોરીવાવ), વચ્છરાજ ગૌશાળા (નાગના પાસે), મોટી હવેલી ગૌશાળા (સુભાષ બ્રીજ પાસે), શહેરની મધ્યમાં આવેલ મોટી હવેલી ગૌશાળા, જલારામ મંદિર હાપા ખાતે આવેલી ગૌશાળા, કબીર આશ્રમ સમર્પણ હૉસ્પિટલ પાસે આવેલી ગૌશાળા, પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ લીમડાલેન ગૌશાળા, કાશિવિશ્ર્વનાથ મહાદેવ મંદિર ખીજડિયા બાયપાસ પાસે આવેલ ગૌશાળા, સસેકશન રોડ અંબિકા ડેરી પાસે આવેલી ગૌશાળા, જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ગૌશાળા, ખોડિયાર કોલોની ખાતે આવેલી ગૌશાળા, દરેડ ખાતે આવેલી ગૌશાળા તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં ઉભેલી ગાયોને પણ ઘઉંના લાડુ હોદ્દેદારો દ્વારા ખવડાવવામાં આવશે.

આ સુંદર સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ પરેશભાઈ મેતા, માનદ્ મંત્રી લહેરીભાઈ રાયઠઠ્ઠા, સંસ્થાના કારોબારી સભ્ય અરવિંદભાઈ મહેતા, ઋષિભાઈ પાબારી, વિશાલભાઈ મહેતા, દેવેનભાઈ પાબારી તેમજ માર્કેટના વેપારી મનોજભાઈ અમલાણી, રાજશ્રીબેન મહેતા, ઉષાબેન મહેતાએ જહેમત ઉઠાવી છે તેમ પ્રમુખ જીતુભાઈ લાલ, માનદ્ મંત્રી લક્ષ્મીદાસ કે. રાયઠઠ્ઠા સંયુકત યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS