રણજીતનગર વિસ્તારના બ્રાહ્મણ વૃઘ્ધે ચામડીની બિમારીથી કંટાળી લાખોમાં ઝંપલાવ્યું : દરેડમાં પરપ્રાંતીય યુવાનનો અગમ્ય કારણે ગળાફાંસો : જોડીયામાં માતાએ ઠપકો આપતા તણીએ જીવનલીલા સંકલી
જામનગર નજીક હાપા જલારામ મંદિર નજીકના વિસ્તારમાં ગઈકાલે સવારે સલ્ફર ભરેલા ટ્રકની ઉપર આવેલા વીજ ટ્રાન્સફરમાં અકસ્માતે સ્પાર્ક થયા પછી આગની ઘટના બની હતી. વિજ તંત્ર એ સત્ત્વરે દોડી જઈ મરામતની કાર્યવાહી હાથ ધરી હતી. સદનશીબે ગંભીર અકસ્માત ટળ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા જલારામ મંદિર પાસે એક સલ્ફર નું કારખાનું આવેલુ છે, જે કારખાના ની બહાર સલ્ફર ના જથ્થા ભરેલો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. જે જીજે -11 ઝેડ 3535 નંબરના ટ્રક ની બાજુમાં જ એક વિજ ટ્રાન્સફોર્મર આવેલું છે, જેમાં ગઈકાલે પરોઢિયે એકાએક્ સ્પાર્ક થયા પછી આગની ઘટના બની હતી, અને ટ્રાન્સફોર્મર સળગ્યું હતું.
આગના બનાવની જાણ થતાં હાપા પીજીવીસીએલના હેમરાજભાઈ પરમાર સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવી મરામતની કામગીરી હાથ ધરી હતી. સદ નસીબે સલ્ફર ભરેલા ટ્રક પર તણખો પડ્યો ન હતો, અને ગંભીર અકસ્માત ટળ્યો હતો. તેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
હાપા જલારામ મંદિર ના ટ્રસ્ટી વગેરે દ્વારા જલારામ બાપાનો ચમત્કાર ગણાવ્યો
હાપા જલારામ મંદિરની નજીક જ ગઈકાલે પરોઢીએ સલ્ફર ભરેલા ટ્રક ની ઉપરનું વિજ ટ્રાન્સફોર્મર સળગ્યું હતું, અને આગજનીની ઘટના બની હતી. પરંતુ સદનસીબે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો ન હતો. જેને જલારામ બાપા નો ચમત્કાર ગણાવ્યો હતો.
ઉપરોક્ત વિસ્તારમાં જો સલ્ફર ભરેલા ટ્રકમાં તણખો પડ્યો હોત, તો મોટી બ્લાસ્ટની દુર્ઘટના સર્જાઈ શકે, તેવી પરિસ્થિતિ હતી.
પરંતુ આવી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, અને ગંભીર સંકટ ટળ્યું હોવાથી અને હાપા જલારામની મંદિરની સામે જ આ ઘટના બની હોવાથી તેને જલારામ બાપાનો પરચો અથવા ચમત્કાર ગણાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech