ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાનની કાયાપલટ: સેવાભાવી અગ્રણી દ્વારા નોંધપાત્ર અનુદાન

  • May 10, 2021 10:19 AM 

ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠીની અવિરત સેવા: બ્લોર સાથેના વધુ બે ખાટલા કાર્યરત કરવા કવાયત

ખંભાળિયામાં આવેલું હિન્દુ સ્મશાન કે જે દાયકાઓ જૂનું અને હાલ આધુનિક સુવિધાઓ સાથે સજ્જ બની રહ્યું છે. અહીં શહેરના સેવાભાવીઓની નોંધપાત્ર સેવા સાથે દાતાઓનું અનુદાન પણ નોંધપાત્ર બની રહ્યું છે.

ખંભાળિયામાં દ્વારકા ગેઈટ વિસ્તાર નજીક પોરબંદર રોડ ઉપર આવેલું હિન્દુ સ્મશાન કે જે અગાઉ અનેક ખૂટતી સુવિધાઓ ઝંખતું હતું, તેની કમાન થોડા સમય પહેલાં કેટલાક સેવાભાવી કાર્યકરો દ્વારા સંભાળવામાં આવતા નગરપાલિકાના સહયોગથી અહીં નોંધપાત્ર સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. હાલ અહીં ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠી સાથે પરંપરાગત લોખંડના ખાટલા ઉપરાંત બ્લોર- મોટરવારા નવા બે ખાટલાઓ સહીત કુલ સાત ખાટલા પ્રાપ્ય હોય, અહીં સુવ્યવસ્થિત રીતે મૃતદેહની અંતિમવિધિ થઇ શકે છે.

ખંભાળિયાના આ સ્વર્ગપુરી સ્મશાન માટે અહીં આ સેવાભાવી દાતા સદગૃહસ્થ સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંચાલક હિતેશકુમાર પ્રાણજીવનભાઈ દત્તાણી દ્વારા અગાઉ મોટી રકમનું નોંધપાત્ર અનુદાન આપી અને રીનોવેશન કરાવવા ઉપરાંત આ સ્મશાનમાં ઘટતી સુવિધા તથા વધારાના કામ માટે પણ વઘુ એક વખત નોંધપાત્ર અનુદાન આપવામાં આવ્યું છે.

હાલ અહીંના સ્મશાનમાં મહદ્ અંશે સુવિધાઓ પ્રાપ્ય છે. આ માટે આ અહીંના સેવાભાવી પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તથા ગંગા સ્વરૂપ પ્રભાબેન પ્રાણજીવનભાઈ દત્તાણી પરિવારના રઘુવંશી સેવાભાવી અગ્રણી હિતેશભાઈ દત્તાણીનું અનુદાન નોંધપાત્ર બની રહ્યું છે.

ઈલેક્ટ્રીક સ્મશાન ભઠ્ઠીની અવિરત સેવા

અહીંના સ્મશાનમાં હાલ કાર્યરત ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કોરોના દર્દીઓની અંતિમવિધિ ઉપરાંત અન્ય મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવે છે. થોડા દિવસ પૂર્વે સામાન્ય સમારકામ બાદ છેલ્લા દિવસોમાં આ ભઠ્ઠી પૂર્વવત રીતે કાર્યરત કરવામાં આવી છે.

બ્લોર સાથેના વધુ બે ખાટલા કાર્યરત કરવા કવાયત

અહીંના સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ સુવ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે બલોર તથા ઇલેક્ટ્રિક મોટર સાથેના વધુ બે ખાટલા બનાવવા માટે સંચાલકો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. આ માટે સહયોગ આપવા સ્મશાન ટ્રસ્ટના સુરેશભાઈ ભૂત (મો. 9726242222) તથા જગુભાઈ રાયચુરા (મો. 9825074412) અને હિતેન્દ્રભાઈ આચાર્ય (મો. 9824235859) નો સંપર્ક સાધવા જણાવાયુ છે.

આ સ્મશાનની વ્યવસ્થા સુચારુ રૂપે થાય તે માટે સેવાભાવી શ્રેષ્ઠી રાકેશભાઈ પંચમતિયા, જગુભાઈ રાયચુરા, ભાવેશભાઈ મોટાણી, રાજુભાઈ વ્યાસ વિગેરેની જહેમત નોંધપાત્ર બની રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS