જીવન-બચાવવા માટે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે જામનગર સુવિધામાં પરિવર્તન

  • May 04, 2021 07:50 PM 

31 માર્ચ, 2021 ના રોજ પૂરા થયેલાં વર્ષ / ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો : આ સુવિધા સમાજમાં પૂરા પાડવામાં આવતાં ભોજન અને કોવિડ-કેર હોસ્પિટલ્સ સ્થાપવા ઉપરાંતની છે : વર્ષ દરમિયાન લગભગ 75,000 રોજગારીનીતકોનું નિર્માણ કર્યું : વિક્રમજનક વાર્ષિક સંકલિત કરવેરા બાદનો નફો 34.8 ટકાના વધારા સાથે રૂ. 53,739 કરોડ

કંપનીની સહયોગી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (આર.જે.આઇ.એલ.) દ્વારા તાજેતરમાં જ ભારત સરકારના ટેલિ કોમ્યુનિકેશન્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેક્ટ્રમ હરાજીમાં ભારતના 22 સર્કલમાં સફળતાપૂર્વક સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું. આ ખરીદીથી, આર.જે.આઇ.એલ. ની સ્પેક્ટ્રમ ફૂટપ્રિન્ટ ખૂબ જ વધીને 1,717 મેગાહર્ટ્ઝ સાથે 55 ટકા સુધી પહોંચી છે. તેની પાસે મોટાભાગના સર્કલમાં 2X10 મેગાહર્ટ્ઝ કન્ટીજીયસ સ્પેક્ટ્રમ સાથે સૌથી મોટું સબ-જી.એચ.ઝેડ સ્પેક્ટ્રમ છે. તેની પાસે 22 સર્કલમાંથી દરેકમાં ઓછામાં ઓછું 2X10 મેગાહર્ટ્ઝમાં 1800 મેગાહર્ટઝ બેન્ડ અને 40 મેગાહર્ટ્ઝમાં 2300 મેગાહર્ટ્ઝ બેન્ડ છે. માલિકીના સ્પેક્ટ્રમની સરેરાશ 15.5 વર્ષની અવધિ સાથે આર.જે.આઇ.એલ. એ સંપૂર્ણ સ્પેક્ટ્રમ ડિ-રીસ્કિંગ પ્રાપ્ત કર્યું છે.

રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ (આર.એસ.બી.વી.એલ.), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની, એ સ્કાયટ્રાન એન્ક.માં 26.8 મિલિયન ડોલરના ખર્ચે વધારાનો ઇક્વિટી હિસ્સો ખરીદીને પોતાનું ડાયલ્યુટેડ બેસીસ પરનું કુલ શેરહોલ્ડિંગ 54.46 ટકા સુધી પહોંચાડ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહયોગી કંપની રિલાયન્સ માર્સેલસ, એલ.એલ.સી. (આર.એમ.એલ.એલ.સી.) એ દક્ષિણ-પશ્ચિમ પેન્સેલ્વેનિયાના માર્સેલસ શેલ પ્લેમાં કેટલીક અપસ્ટ્રીમ એસેટ્સમાં હિસ્સો વેચ્યો છે. ઇ.ક્યુ.ટી. કોર્પોરેશનના વિવિધ સહયોગીઓ દ્વારા પરિચાલન કરવામાં આવતી આ એસેટ્સ નેડેલવેર કોર્પોરેશનના નોર્ધર્ન ઓઇલ એન્ડ ગેસ, ઇન્કને 250 મિલિયન ડોલરના કેશ કન્સીડરેશન અને આગામી સાત વર્ષમાં 14.0 ડોલર પ્રતિ સામાન્ય શેરની કિંમતે એન.ઓ.જી.ના 3.25 મિલિયન સામાન્ય શેર ખરીદવાના હકો સાથેના વોરન્ટ સાથે વેચવામાં આવ્યો છે.

પરિણામો અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારત માટે આ અભૂતપૂર્વ પડકારજનક સમય છે. અમારા તાત્કાલિક પ્રાથમિકતા કોવિડ મહામારીમાં ફસાયેલા આપણાં દેશ અને સમુદાયને મદદ કરવાની છે. આ રોગચાળા સામેની દેશની લડતને મજબૂત બનાવવા માટે અમે અમારા શ્રેષ્ઠતમ સંસાધનો કામે લગાડ્યાં છે. અમારી જામનગરની સુવિધા જીવન-બચાવતાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે, જે હાલમાં ઘણાં રાજ્યોની ખૂબ જ મહત્વની જરૂરીયાત છે.

મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન માટેની દેશની ક્ષમતાને વધારવા માટે અમે તાત્કાલિક પગલાં લીધા છે. આ પ્રયાસો અમારી બીજી પહેલો જેવી કે જરૂરીયાતમંદોને ભોજનનું વિતરણ, ફ્રન્ટલાઇનવર્કર્સ માટે પી.પી.ઇ. કિટનું વિતરણ, વિશ્વ-સ્તરીયકોવિડ-કેર સુવિધાઓ ઊભી કરવી વગેરેના પૂરક છે. મારા માટે, આ પ્રદાનો કંપનીના વર્ષ માટેના સર્વાંગરીતે મજબૂત પરિચાલન અને નાણાંકીય પ્રદર્શન કરતાં વધારે સંતોષ આપનારા છે.

અમે ઓ2સી અને રિટેલ વિભાગમાં મજબૂત રીકવરી નોંધાવી છે અને ડિજીટલ સર્વિસીસમાં પૂર્વવત વૃધ્ધિ નોંધાવી છે. તમામ સાઇટ્સ પર ઉચ્ચતમ યુટીલાઇઝેશન રેટ અને ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ ડેલ્ટાસમાં ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ માર્જિન સુધારાથી ઓ2સીની આવકમાં વૃધ્ધિ નોંધાઇ છે. આ પડકારજનક સમયમાં અમારા કન્ઝ્યુમર વ્યવસાયો દેશ માટે ડિજીટલ અને ફિઝીકલ લાઇફલાઇન પૂરવાર થયા છે. જિયોની હાઇ-સ્પીડ કનેક્ટિવિટીને કારણે લાખો ભારતીયો વર્ક ફ્રોમ હોમ, સ્ટડીફ્રોમ હોમ અને હેલ્થકેર ફ્રોમ હોમ મેળવવા સક્ષમ બન્યા છે. રિલાયન્સ રીટેલે આવશ્યક માલ-સામાન અને સેવાઓને સુરક્ષિત રીતે ગ્રાહકોના ઘર સુધી પહોંચાવાનું સુનિશ્ચિત કર્યું. કોવિડ-19એ જીવનનિર્વાહને ખોરવી નાંખ્યો છે તેવા સમયે અમે અર્થતંત્રમાં 75,000 રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે, તેની સાથે અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોના આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કર્યા છે.

વૈજ્ઞાનિકો, ડોક્ટરો, નર્સો, પોલિસ, સ્વયંસેવકો અને બીજા ઘણાં લોકો જેમણે પોતાના જીવનું જોખમ લઇને ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે લડાઇ આપી જેથી આપણે સુરક્ષિત અને સલામત રહી શકીએ તેમના તરફ હું મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપણે તેમના ખૂબ જ ઋણી છીએ. મને ખાતરી છે કે આપણે આખરે કોવિડ-19 સામેની આ લડાઈ જીતીશું. કારણ કે આપણે બધા જ આ લડાઇમાં જોડાયેલા છીએ અને લડવાની અને બચવાની માનવ ખુમારી કોઇપણ રોગ કે રોગચાળા કરતાં ઘણી મોટી છે. આપણાં સહિયારા પ્રયાસોથી, ભારત આ કટોકટીમાંથી આખરે વિજયી બનીને અને વધારે મજબૂત, મોટું અને પહેલાં કરતાં પણ વધારે સારું બનીને ઊભરી આવશે.”


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS