સૌરાષ્ટ્ર્ર કચ્છના ૧૧ સહિત રાજયના ૩૬ મામલતદારોની બદલીના હુકમો મહેસુલ વિભાગ તરફથી ગઈ કાલે મોડી સાંજે કરવામાં આવ્યા છે.સરકાર દ્રારા ગયા ઓકટોબર માસમાં નાયબ મામલતદારો અને મામલતદારોની મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી. તેમાંથી બે ઓર્ડરમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથના મામલતદાર બી.એ.નાગ્રેચાને ભાવનગર જિલ્લાના ગારીયાધાર માં મુકવામાં આવ્યા છે. જામનગરના મહેન્દ્ર ચાવડાને જામનગર ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના જસદણ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.ડી.દવેને જુનાગઢ જિલ્લાના વંથલીમાં પોસ્ટિંગ અપાયું છે. સુરેન્દ્રનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ફરજ બજાવતા પરેશ વાડાને કચ્છમાં મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ચુડા ખાતે ફરજ બજાવતા અલ્કેશ ભટ્ટને મોરબી જિલ્લાના હળવદમાં પોસ્ટિંગ અપાયું છે.
જામનગરના પ્રોટોકોલ મામલતદાર કે. જે. માંને પોરબંદર ગ્રામ્યમાં, વીંછીયાના રાજેન્દ્ર પંચાલને ધોરાજીમાં, ભાવનગર જિલ્લાના ગારીયાધારના મામલતદાર એચ.વી ચાવડાને સુરત જિલ્લાના માંગરોળમાં મૂકવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ધારીના મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમાને લોધિકા મામલતદાર તરીકે પોસ્ટિંગ અપાયું છે અને કચ્છના મામલતદાર હિતેન્દ્ર બારોટને વીંછીયામાં મૂકવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ભાભર ખાતે ફરજ બજાવતા મામલતદાર જીતેન્દ્રસિંહ પરમારને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પોસ્ટિંગ અપાયું છે. વડોદરા ખાતે ચૂંટણી શાખામાં ફરજ બજાવતા વી.પી પુરોહિત ને જુનાગઢ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના મામલતદાર અમીરભાઈ વાઘેલાને કચ્છ જિલ્લાના રાપરમાં પોસ્ટિંગ અપાયું છે. પાટણ જિલ્લામાં ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હરગોવિંદ પરમારને મોરબી જિલ્લાના માળીયા મીયાણામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સરકારે ઓકટોબર માસની ૨૮ તારીખે પણ નાયબ મામલતદારો અને મામલતદારોની બદલીના હત્પકમો કર્યા હતા. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ફરજ બજાવતા મામલતદાર મહેશ ગોહિલને ગાંધીનગરના મામલતદાર તરીકે નિમણૂક આપતો નવો હત્પકમ કરવામાં આવ્યો છે. આવી જ રીતે બાબુભાઈ માધવભાઈ પટેલ નામના નાયબ મામલતદારની બઢતીના હત્પકમમાં ફેરફાર કરીને તેમને ગાંધીનગર ખાતે કમિશનર હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસીસમાં રિકવરી મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમગરનું માથું લઈ મુસાફર કેનેડા જવા નીકળ્યો, દિલ્હી એરપોર્ટ પર ચેકિંગમાં પકડાયો ને પછી થયું આવું...
January 10, 2025 04:32 PMદુનિયાની અનોખી આદિજાતિ: દૂધમાં લોહી ભેળવીને પીવે છે
January 10, 2025 04:28 PMવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech