મોરબી, જામનગર, ગીર સોમનાથના કલેકટર સહિત ૫૦ આઈએએસની બદલી

  • January 31, 2024 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે ચૂંટણી પંચના આદેશને ધ્યાનમાં રાખીને મોરબી જામનગર ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજકોટ મોરબી અમરેલી જુનાગઢ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત રાજ્યના ૫૦ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. બદલીનો હજુ એક ઘાણવો નજીકના ભવિષ્યમાં આવશે અને તેમાં ગેસ કેડરના અધિકારીઓ આવી જાય તેવી શકયતા છે.

મોરબીના કલેકટર જી. ટી. પંડયા ને દ્રારકાના કલેકટર ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જામનગર કલેકટર બી.એ શાહને વડોદરા કલેકટર તરીકે બદલવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કલેકટર હરજીભાઈ વઢવાણિયાને આરોગ્ય વિભાગમાં અધિક સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી પીએન મકવાણાને ગાંધીનગર ખાતે મહિલા બાળ વિકાસ વિભાગના સંયુકત સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી આપવામાં આવી છે. અમરેલીના ડીડીઓ ગૌરવ રમેશને ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ડિરેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. જુનાગઢના ડીડીઓ નિરાંત પરીખને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે. ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી ડોકટર પ્રશાંત જીલોવાને અધિક ઉધોગ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના રવિન્દ્ર ખટાલેને મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર્રને સ્પર્શતી અન્ય બદલીઓ પર નજર નાખીએ તો પાલીતાણાના આસિસ્ટન્ટ કલેકટર યુવરાજ સિદ્ધાર્થને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેકટ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે. રાજકોટના આસી. કલેકટર અને ગ્રામ્ય પ્રાંત અધિકારી દેવહત્પતિને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેકટ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે.

અગાઉ રાજકોટમાં અધિક કલેકટર તરીકે રહી ચૂકેલા અને હાલ ગાંધીનગરમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા પરિમલ પંડાને અમરેલી જિલ્લાના ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે. યારે અગાઉ રાજકોટમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને અત્યારે વડોદરાના કલેકટરની જવાબદારી સંભાળતા એ.બી.ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકવામાં આવ્યા છે.

રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની જગ્યા ખાલી છે. પ્રાંત અધિકારી ઝોન ૧ માં ચૌધરીની જગ્યાએ અને જસદણમાં પ્રાંત અધિકારી રાજેશ આલની જગ્યાએ નવા પ્રાંત અધિકારીઓની નિમણૂક થઈ ચૂકી છે. પરંતુ આ બંને અધિકારીઓને હજુ પ્રમોશનના ઓર્ડર થયા ન હોવાથી બદલીનો એક વધુ રાઉન્ડ નજીકના ભવિષ્યમાં આવે તેવી શકયતા છે. અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ પોલીસ તંત્રમાં પણ ધરખમ ફેરફારો હવે આવી રહ્યા છે.


કયા અધિકારીની કયાં બદલી

અધિકારીનું નામહાલની જગ્યાબદલી પછીની જગ્યા
એમ. કે. દવેકલેકટર, ગાંધીનગરડીડીઓ, અમદાવાદ
જી. ટી. પંડયાકલેકટર, દેવભૂમિ દ્રારકાકલેકટર, મોરબી
બિજલ શાહકલેકટર, વડોદરા કલેકટર, જામનગર
અમિત પ્રકાશ યાદવકલેકટર, ખેડાકલેકટર, નવસારી
ડો.સૌરભ પારધીકલેકટર, સુરતએમડી, પ્રવાસન નિગમ
અનિલ ધામેલિયાકલેકટર, છેાટા ઉદેપુરડેપ્યુટી મ્યુનિ કમિ, વડોદરા
યોગેશ નિર્ગુડેકલેકટર, દાહોદસંયુકત સચિવ, ગૃહ વિભાગ
કિરણ ઝવેરી કલેકટર, મોરબીઅધિક કમિ. રાય કરવેરા
નેહા કુમારીકલેકટર, મહિસાગર ડેપ્યુટી મ્યુનિ કમિ, અમદાવાદ
ડી. ડી. જાડેજાકલેકટર, ગીર સોમનાથડી.ડી.ઓ, મોરબી
ક્ષિપ્રા આગ્રેકલેકટર, નવસારીકલેકટર, વલસાડ
સ્નેહલ ભાપકરડી.ડી.ઓ, ગીર સોમનાથનાયબ સચિવ, આરોગ્ય વિભાગ
નવનાથ ગવ્હાણે ડી.ડી.ઓ, રાજકોટએમ.ડી, જીએસએમસીએલ
જસ્મિન હસરતડી.ડી.ઓ, મહેસાણાના.સચિવ, મહિલા–બાળ કલ્યાણ
બી. એમ. પ્રજાપતિડી.ડી.ઓ, પાટણઅધિક ઉધોગ કમિશનર
પી. બી. પંડયાડી.ડી.ઓ, અમરેલીનિયામક, ઉચ્ચ શિક્ષણ
નીતીન સાંગવાનડી.ડી.ઓ, જૂનાગઢનિયામક, મત્સ્યોધોગ
એસ. કે. મોદી  ડી.ડી.ઓ, ગાંધીનગરરીજનલ કમિ.મ્યુનિ, અમદાવાદ
જી. એચ. સોલંકીડી.ડી.ઓ, ભાવનગરરીજનલ કમિ.મ્યુનિ, ભાવનગર
આર. એમ. તન્નાડી.ડી.ઓ, સુરેન્દ્રનગરમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢ
વિદેહ ખરેડી.ડી.ઓ, અમદાવાદમિશન ડિરેકટર, જીએસઈએમ
શિવાની ગોયલડી.ડી.ઓ, સુરતડી.ડી.ઓ, ખેડા
એસ. ડી. વસાવા ડી.ડી.ઓ, ખેડાકાર્યકારી નિયામક, જીએસટીડીઆરઆઈએસ
પી. એન. મકવાણાસંયુકત સચિવ, મહિલા બાળ કલ્યાણડી.ડી.ઓ, સુરેન્દ્રનગર
આર. એમ. ડામોરસંયુકત સચિવ, કૃષિ વિભાગડી.ડી.ઓ, ડાંગ
દેવ ચૌધરીડેપ્યુટી મ્યુનિ કમિ, અમદાવાદડી.ડી.ઓ, રાજકોટ
ડો. ઓમ પ્રકાશમ્યુનિસિપલ કમિશનર, જૂનાગઢડી.ડી.ઓ, મહેસાણા
મનિશ ગુરવાણીમિશન ડિરેકટર, જીએઈએમડી.ડી.ઓ, વલસાડ
સ્વપ્નિલ ખરે ડેપ્યુટી મ્યુનિ.કમિ., રાજકોટડી.ડી.ઓ, બનાસકાંઠા
ગુરવ દિનેશ રમેશનિયમક, ઉચ્ચ શિક્ષણડી.ડી.ઓ, જૂનાગઢ
ગંગા સિંહ એમડી, જીએસએમસીએલડી.ડી.ઓ, છોટા ઉદેપુર
સુરભી ગૌતમડિરેકટર, આઈસીડીએસડી.ડી.ઓ, ગાંધીનગર
પ્રશાંત જિલોવા અધિક ઉધોગ કમિશનરડી.ડી.ઓ, ભાવનગર
એ. બી. ગોરખાસ ફરજ પરના અધિકારી, સીએમઓકલેકટર,જૂનાગઢ
કે. એલ. બચાણીમાહિતી નિયામકકલેકટર, ખેડા
આયુષ ચોક કલેકટર, વલસાડકલેકટર, સુરત
સ્તુતિ ચારણસીઈઓ, વાસ્મોકલેકટર, છોટા ઉદેપુર
સુજલ માયાત્રાઅધિક ગ્રામ વિકાસ કમિશનરઅધિક સચિવ, મહેસૂલ વિભાગ
રવિન્દ્ર ખટાલેરીજનલ કમિ.મ્યુનિ., અમદાવાદડી.ડી.ઓ, ગીર સોમનાથ
ડી. એમ. સોલંકી રીજનલ કમિ.મ્યુનિ., ભાવનગરડી.ડી.ઓ, પાટણ
એચ. કે. વઢવાણિયા અધિક સચિવ, આરોગ્ય વિભાગકલેકટર, ગીર સોમનાથ
જે. એસ. પ્રજાપતિકલેકટર, મોરબીસીઈઓ, વુડા
એમ. જે. દવે.ડી.ડી.ઓ, બનાસકાંઠાએમ.ડી, પીજીવીસીએલ
કંચનનાયબ સચિવ, આરોગ્ય વિભાગઆસિસ્ટન્ટ કલેકટર, વિરમગામ
યુવરાજ સિદ્ધાર્થયોજના નિયામક, આદિજાતિ, મહિસાગરઆસિસ્ટન્ટ કલેકટર, પાલિતાણા
દેવહૂતિયોજના નિયામક, આદિજાતિ, બનાસકાંઠાઆસિસ્ટન્ટ કલેકટર, રાજકોટ
જયતં માનકાલેકાર્યકારી નિયામક, જીએસટીડીઆરઆઈએસઆસિસ્ટન્ટ કલેકટર, હિંમતનગર
યોગેશ કપાસેયોજના નિયામક, આદિજાતિ, ભરૂચઆસિસ્ટન્ટ કલેકટર, ડભોઈ
બી. કે. વસાવાસંયુકત સચિવ, યુવક સેવા અને રમતગમતડી.ડી.ઓ, સુરત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application