મજૂર, ફેરિયા, રિક્ષા ચાલકના ખાતામાં કરોડોના વ્યવહારો

  • December 02, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરચોરી માટે અજબ ગજબનો કીમિયો અજમાવનાર ફરી એક વખત આવકવેરા વિભાગ ની નજરે ચડ્યા છે જોકે હવે આવા વિભાગ સાથે આવા કરચોરો ને જીએસટી વિભાગ નો પણ સામનો કરવો પડશે. આવી પેઢીઓ દ્વારા શ્રમિક, રોજમદાર, રેકડી ચલાવતા ફેરિયાઓ જેવા નાના વર્ગના નામે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવનારાઓ નો આઈ ટી અને જીએસટી એ કર્યો છે અને હવે આવા હજારો એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બે એકાઉન્ટ ભાડે આપનાર અને ભાડે લેનાર બંને પર આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા એક્શન લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.


કરચોરી માટેની નવી ટેકનીક અંગે આવકવેરા વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી બેન્ક એકાઉન્ટ ભાડે આપવાની પ્રવૃત્તિ પર આવકવેરા વિભાગે વોચ રાખ્યા બાદ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં હજારો ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આવા બોગસ એકાઉન્ટ પર પગલા લેવામાં આવશે.આવકવેરાની તપાસ દરમિયાન આવા શંકાસ્પદ એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. જેમાં હવે ખાતેદારોને બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરાવામાં આવતા આ ખાતેદાર મજૂર તેમજ શાકભાજી કે ફ્રુટ વેચતા ફેરિયા અને રોજમદાર તેમજ નાના વર્ગના કામદારો ના બેન્ક એકાઉન્ટ આશરે ૫૦૦૦ રૂપિયામાં ભાડે આપ્યા હોવાનું ખુલ્યું હતું. આવી રીતે બોગસ કંપનીઓ રજીસ્ટર કરાવીને કરોડો રૂપિયા ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કોંભાંડનો પર્દાફાશ કરી આ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે જેથી કરીને આવા ખેલ કરનાર મૂળિયાઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પૂછપરછમાં એવી માહિતી પણ બહાર આવી છે કે દર મહિને ચોક્કસ રૂપિયામાં બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવે છે આ તમામ બાબતોને આધારે આઈકર વિભાગ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ રિપોર્ટ સ્ટેટ જીએસટીને સોંપવામાં આવ્યો છે જેથી કરીને જીએસટી ના અધિકારીઓ પણ આવા બોગસ બેંક એકાઉન્ટની વિગતો ઇન્કમટેક્સ સહિત સરકારને આપશે.

બેંક ખાતું મજૂરનું અને મોબાઈલ નંબર ભેજાબાજનો
આ તપાસમાં જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ખેલમાં જે તે વ્યક્તિ જરૂરિયાત મંદ વ્યક્તિનો એકાઉન્ટ તેના ડોક્યુમેન્ટ ના આધારે ખોલાવે છે અને તેમાં પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરે છે જ્યારે બેંકમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય તો તેની જાણ ખાતેદારને થતી જ નથી. ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવું હોય તો ઓટીપી પણ પોતાના નંબર પર આવતો હોય છે.

સરકારી યોજનાના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા
ઘણા કેસમાં તો એવી વિગતો બહાર આવી છે કે, નાના માણસોને વિશ્વાસમાં લઈ સરકારી યોજનાનો લાભ મળશે તેવી ખાતરી આપીને તેમના ડોક્યુમેન્ટસ લઈને બેંકના ખાતા ખોલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં એક ભેજામાં આજે કરોડો રૂપિયાની જીએસટી ચોરીમાં પણ આજ પદ્ધતિ અપનાવીને નાના માણસોના ખાતા ખોલાવી કંપનીઓ રજીસ્ટર કરાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application