પોરબંદર જિલ્લામાં મોબાઈલ એપ દ્વારા આગામી ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પશુગણતરી અંગે તાલીમનું આયોજન કરાયું હતું.
પશુપાલન વ્યવસાય ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિવિધ રાજ્યો સાથે ગુજરાત રાજ્યમાં પશુપાલન અંગે વિવિધ નીતિઓના આયોજન તેમજ પશુપાલન ક્ષેત્રે પશુઓનો ડેટા બેઈઝ તૈયાર કરવા પશુધન વસ્તી ગણતરી કરવામાં આવનાર છે. પોરબંદર જિલ્લાના ર૧મી પશુધન વસ્તી ગણતરીના જિલ્લા નોડલ અધિકારી નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યની સાથે પોરબંદરમાં પણ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પશુધનની ગણતરી કરાશે. ૧ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન ૪ માસ સુધી પશુઓની ઔલાદવાર ગણતરી કરાશે. જિલ્લામાં ર૧ મી પશુધન વસ્તી ગણતરી માટે ૪૩ ગણતરીદારો, ૬ સુપરવાઈઝરો, જિલ્લા નોડલ અધિકારી સહિત પચાસ અધિકારી, કર્મચારીઓ આ કામમાં જોડાશે. આ પશુધન વસ્તી ગણતરી માટે નિયત થયેલ ગણતરીદાર તથા સુપરવાઈઝરો માટે તાલીમ યોજાઈ હતી. જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન થયું હતું. રાજ્ય કક્ષાએથી પશુ વસ્તી ગણતરીના જિલ્લા લાયઝન અધિકારી ડો. એન.એ. પ્રજાપતિએ વરચ્યુલી ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લોકોને આગામી થનાર પશુધન વસ્તી ગણતરી માટે આવનાર ગણતરીદારોને સહકાર આપવા જિલ્લા નોડલ અધિકારીએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 23, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech