ચીનમાં પ્રશિક્ષણ કેન્દ્ર બન્યા યાતનાનો અડ્ડો : શિક્ષકનો ખુલાસો – અહીં સામાન્ય બાબત છે ગેંગરેપ

  • February 21, 2021 12:15 PM 475 views

ચીનના અનેક પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો માટે પ્રશિક્ષણ કેન્દ્ર યાતનાનો મોટો અડ્ડો બની ગયા છે. આ શિબિરોમાં થતા અત્યાચારોના કિસ્સાઓ અનેક વાર સામે આવી ચુક્યા છે પરંતુ ચીન હંમેશા તેને નકારતું આવ્યું છે. એવા જ પ્રશિક્ષણ કેન્દ્રમાં તાલિમ આપવા ગયેલા શિક્ષિકાએ આ નર્કાગારનો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે ઉઈગર મુસ્લિમોને સાંકળ બાંધીને રાખવામાં આવે છે અને મહિલાઓ સાથે સામુહિક બળાત્કાર સામાન્ય બાબત છે. નોંધનિય છે કે અમેરિકા સહિત અનેક દેશોમાં આવા મામલા સામે આવ્યા બાદ ચીનને માનવાધિકારોનો ઉલન્ન્ઘન કરવાનો કરાર આપવામાં આવ્યો છે.

 

મળતી માહિતી અનુસાર ચીની સરકારના શિનજિયાંગ સ્થિત બે પ્રશિક્ષણ કેન્દ્રમાં એક શિક્ષિકા ક્વિલબિનર સિદિકને તૈનાત કરવામાં આવયા હતા. તેમને આ કેંદ્રો ઉપર લગભગ ત્રણ મહિના જેટલો સમય વિતાવ્યો. સ્થાનિક મિડિયા રિપોર્ટસ અનુસાર શિક્ષિકાએ જણાવ્યું હતું કે તેને ચીની સૈનિકોને એક ઉઈગર મહિલાને સ્ટ્રેચર ઉપર બિલ્ડિંગ બહાર લઈ જતા જોઈ. તેના ચહેરા ઉપર ચમક નહોતી. ગાલ સુકાઇ ચુક્યા હતા અને તે શ્વાસ પણ લઈ શકતી નહોતી. એક પોલીસકર્મીએ જણાવ્યું કે તેનું મૃત્યુ થયું છે. જોકે તેના મોતનું કારણ જણાવવામાં આવી રહ્યું નહોતું. શિક્ષિકા અનુસાર તેને વર્ષ 2017 દરમિયાન બે પ્રશિક્ષણ કેન્દ્રોમાં જબરદસ્તી તૈનાત કરવામાં આવ્યા હતાં.

 

સિદિકના અનુસાર આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ચારે તરફ હંમેશા સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. શિક્ષિકાનું કહેવું હતું કે તેની પાસે આ બાબતને સાબિત કરવા માટે કોઇ સાબિતી નથી. પરંતુ તેની વાતો એ મહિલાઓની વાત સાથે મળી રહી છે જે મહિલા આ યાતના શિવિરમાં સામુહિક દુષ્કર્મનો અને યૌન શોષનનો આરોપ લગાવી ચુકી છે. ઉંધનીય છે કે ચીન ઉપર અનેકવાર આવા આરોપ લાગી ચુક્યા છે. તેઓ ઉઈગર મુસ્લિમોને પ્રતાડિત કરે છે. તેને ગર્ભપાત કરાવવા માટે પણ દબાણ કરવામાં આવે છે.

 

શિક્ષિકાના જણાવ્યા અનુસાર પશિક્ષણ કેંદ્રોમાં તૈનાતી દરમિયાન તેને રાત્રે પુરુષ પોલીસ કર્મીઓની એક બીજા સાથેની મહિલાઓ ઉપર અત્યાચાર કરવાની વાતો સાંભળી હતી. ઉલ્લેખનીય છે કે સિદિક હાલમાં નેધરલેંડમાં રહે છે. તે શિનજિયાંગમાં મોટા થયા છે અને 28 વર્ષ સુધી બાળકોને ભણાવી રહ્યા હતા. તેને ચીનના એક સરકારી કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા અને અભણ લોકોને ભણાવવા માટે કહેવામાં આવ્યુ. તેઓ જ્યારે આ કેંદ્ર ઉપર પહોચ્યા ત્યારે 100 પુરુષો અને કેટલીક મહિલાઓને સાંકળથી બાંધી રાખવામાં આવ્યા હતા. આ બાબતે સિદિકને પન મૌન રહેવા દબાણ કરવામાં આવ્યું હતું અને તેના પતિને પણ ઘમકાવવામાં આવ્યા હતા. તેના આરોપોને ખોટા સાબિત કરવા માટે વિડિયો બનાવવા માટે કહ્યું હતું અને તેના પતિએ શિનિજિયાંગ છોડી દેવા કહ્યું. સિદિક નથી જાણતી કે તેના પતિ જિવિત છે કે નહીં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application