સામંથાની ફિલ્મ શકુંતલમની આતુરતાનો અંત, ફિલ્મનું ટ્રેલર થયું લોન્ચ

  • January 11, 2023 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બીમારીમાંથી બહાર આવ્યા બાદ સામંથા રુથ પ્રભુની બીજી ફિલ્મ
  • બાહુબલી અને આરઆરઆરને ટક્કર આપતી ફિલ્મમાં શાનદાર દૃશ્યો


સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ઘણા સમયથી ગંભીર બીમારીમાં પટકાયેલી હતી. ત્યાર બા થોડા દિવસો પહેલાં તે જાહેરમાં દેખાઇ ત્યારે સંપૂર્ણ બદલાયેલી અને ખૂબ જ પાતળી લાગતી હતી. હવે તેની ફિલ્મ શકુંતલમ આવવાની તૈયારીમાં છે. જેના માટે કહેવાઇ રહ્યું છે કે તે બાહુબલી અને આરઆરઆરને પણ ટક્કર આપશે.


સામંથાના ફેન્સ શકુંતલમ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફેન્સને સરપ્રાઈઝ આપતા મેકર્સે શકુંતલમનું હિન્દી ટ્રેલર લોન્ચ કર્યું. જે ખૂબ જ પસંદ આવી રહ્યું છે. બીમારી બાદ સામંથાની આ બીજી ફિલ્મ છે. અગાઉ યશોદા ઓટીટી પર રિલીઝ થઇ હતી.


પૌરાણિક વાર્તા પર આધારિત અને ગુનાશેકર દ્વારા લખાયેલ અને નિર્દેશિત આ ફિલ્મમાં અદભૂત વિએફએક્સ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની ભવ્યતાએ લોકોને બાહુબલીની યાદ અપાવી. ફિલ્મ શાકુંતલમ કાલિદાસના આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલ સંસ્કૃત નાટક અભિજ્ઞાન શકુંતલમ પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ એમ કુલ 5 ભાષામાં સિનેમા હોલમાં રિલીઝ થશે.

 ફિલ્મમાં શકુંતલાની ભૂમિકા સામંથા રૂથ પ્રભુ  ભજવી રહી છે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે. શકુંતલમ મહાભારતની શકુંતલા અને રાજા દુષ્યંતની ક્લાસિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આ પાત્રો સામંથા અને દેવ મોહન દ્વારા ભજવવામાં આવ્યા છે. ટ્રેલરની શરૂઆત એક બ્રાહ્મણ સાથે થાય છે જે જંગલમાં શકુંતલા નામની બાળકીને શોધે છે અને તેને પોતાની પુત્રી તરીકે દત્તક લે છે. મોટી થઈને, શકુંતલા સુંદર યુવતી બનીને સામે આવે છે, જેને જંગલના પ્રાણીઓ ખૂબ જ પસંદ કરે છે.
 
 પેરુના રાજાની ભૂમિકા ભજવનાર દેવ મોહન શકુંતલાના પ્રેમમાં પડે છે અને બંને લગ્ન કરી લે છે. પરંતુ જ્યારે શકુંતલા ગર્ભવતી બને છે, ત્યારે રાજા દુષ્યંત તેને નકારે છે. ટ્રેલરમાં આપણે શકુંતલાને પોતાના અને તેના બાળકના અધિકારો માટે લડતા જોઈ શકીએ છીએ. ટ્રેલરમાં એક ભવ્ય મહેલ જોવા મળે છે. જે ફિલ્મ બાહુબલીની યાદ અપાવે છે.
 
 ફિલ્મમાં સામંથા, દેવ મોહન ઉપરાંત અલ્લુ અર્હા, સચિન ખેડેકર, કબીર બેદી, ડૉ. એમ મોહન બાબુ, પ્રકાશ રાજ, મધુબાલા, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નાગલ્લા, જિશુ સેનગુપ્તા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મ 17 ફેબ્રુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application