ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા નિરવભાઈ ભુપેન્દ્રભાઈ રૂપાડીયા નામના 25 વર્ષના યુવાન તેમજ તેમના મિત્ર અનવરભાઈ દ્વારકાથી તેમના જી.જે. 37 એલ. 2114 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને ઓખા પરત આવી રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવર બ્રીજ ઉપર પહોંચતા આ રસ્તા પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 ટી. 7755 નંબરના એક ચોરસ ટ્રકના ચાલકે નિરવભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને માથા તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા તેમના મિત્ર અનવરભાઈને પણ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ થવા પામી છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના નાનાભાઈ પ્રતિકભાઈ ભુપેન્દ્રભાઈ રૂપડીયા (ઉ.વ. 22)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.ટી. વાણીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આથમણા બારાના મહિલાએ અકળ કારણોસર ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી
ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા હસુબા જોરૂભા નારુભા જાડેજા નામના 50 વર્ષના ગરાસિયા મહિલાએ ગત તારીખ 31 મે ના રોજ પોતાના ઘરે મોડી રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં જરૂરી નોંધ કરવામાં આવી છે.
દ્વારકાના યુવાનને અપમાનિત કરી, પાઈપ વડે હુમલો કરવા સબબ મામા-ભાણેજ સામે ફરિયાદ
ઓખા મંડળના દ્વારકા નજીક આવેલા આવળ પરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ હમીરભાઈ વિકમા નામના 23 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમના મિત્ર સાગર ગઢવી વિગેરે સાથે ભડકેશ્વર મહાદેવના મંદિર પાસે બેઠા હતા. ત્યારે સાગર ગઢવીને આરોપી એવા સુનિલભા કેરના ભાણેજ સાથે હસી મજાકમાં બોલાચાલી થઈ હતી. જે અંગેના મનદુઃખ વચ્ચે આરોપી સુનિલભા કેર તથા તેના ભાણેજએ ફરિયાદી ગોવિંદભાઈ વિકમા સાથે બોલાચાલી કરી અને છરી તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ તેમને જાતિ પ્રતિ અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડી.વાય.એસપી. સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech