કલ્યાણપુર નજીક ટ્રેકટર પલ્ટી જતા દબાઈ ગયેલા પરપ્રાંતીય યુવાનનું કરૂણ મૃત્યુ

  • June 02, 2021 11:27 AM 

કલ્યાણપુરથી આશરે બાવીસ કિલોમીટર દુર નગડીયાથી ગોરાણા ગામ વચ્ચે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક એવા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા વડવા ગામના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા તથા સ્ટોન ક્રસરમાં કામ કરતા સરદારભાઈ સમશેરભાઈ બારીયા નામના 23 વર્ષીય અનુસૂચિત જાતિના યુવાને પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે ઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા તેમણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી આ ટ્રેક્ટર રોડની એક સાઈડમાં પલટી મારી ગયું હતું.

આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સરદારભાઈ બારીયા દબાઈ જતા તેને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે દાહોદ જિલ્લાના મૂળ રહિશ અને હાલ પાનેલી ગામના સ્ટોન ક્રશર પ્લાન્ટમાં કામ કરતા ભરતભાઈ ચનુભાઇ બારીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક સરદારભાઈ બારીયા સામે આઇ.પી.સી. કલમ 279, 304 (અ), 337 તથા એમ.વી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી સ્થાનિક પી.એસ.આઈ. એ.બી. ગોઢાણિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS