કલ્યાણપુર નજીક પુરપાટ જતા ટ્રકની અડફેટે બાઇક ચાલક પ્રૌઢનું કરુણ મૃત્યુ

  • June 10, 2021 10:51 AM 

    કલ્યાણપુર નજીકના હાબરડી માર્ગ પર ગઈકાલે મોટરસાયકલ ઉપર જઇ રહેલા 55 વર્ષિય એક આહિર પ્રૌઢના મોટરસાયકલને માતેલા સાંઢની જેમ જઈ રહેલા એક ટ્રકના ચાલકે અડફેટે લેતા આ પ્રૌઢનું ઘટના સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

     આ ગંભીર બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા ડાડુભાઈ જીણાભાઈ બાબરીયા નામના 55 વર્ષીય આહીર પ્રૌઢ પોતાના મોટરસાયકલ નંબર જી.જે. 10 બી.બી. 6644 પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે હાબરડી ગામના પાટિયા પાસે આવેલી એક સ્કૂલ પાસેથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક ટ્રક નંબર જી.જે 12 ડબલ્યુ 8671 ના ચાલકે ડાડુભાઈના મોટરસાયકલને ધડાકાભેર અડફેટે લીધું હતું. જેના કારણે તેઓ બાઇક સાથે ફેંકાઈ ગયા હતા.

    આ જીવલેણ ટક્કરમાં બાઇક ચાલક ડાડુભાઈ બાબરીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમણે સ્થળ ઉપર જ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર કાનાભાઈ ડાડુભાઈ બાબરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), 337, 338, તથા એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS