મીઠાપુર નજીક ટોરસની હડફેટે મોજપના યુવાનનું કરુણ મૃત્યુ

  • July 03, 2023 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા ભરતભા પાલાભા માણેક નામના ૩૫ વર્ષના યુવાન દ્વારકા-ઓખા હાઈવે પરની માધવ ગૌશાળા પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૧૦ ટીટી ૫૨૫૭ નંબરના એક ટોરસ ટ્રકના ચાલકે ભરતભા માણેકને અડફેટે લીધા હતા.
આ જીવલેણ ટક્કરમાં ભરતભાને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા ધીરબાઈ માણેકએ મીઠાપુર પોલીસને કરતા પોલીસે ટોરસ ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ ૩૦૪ (અ), ૩૩૭ તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application