વ્હોરાના હજીરાની દરગાહની દાન પેટીને નિશાન બનાવી લઈ અંદરથી પોણા બે લાખની રોકડ રકમ ઉઠાવીને રફુચક્કર થયા: સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા દરગાહની અંદર-બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને શોધવા કવાયત
જામનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે, અને વ્હોરાના હજીરા ની અંદર આવેલી દરગાહને પણ તસ્કરો એ છોડી નથી. અને દરગાહ ની અંદર રહેલી દાન પેટી માંથી રૂપિયા પોણા બે લાખની રોકડ રકમ ઉઠાવી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તત્કરોને શોધવા માટેની કવાયત કરી છે.
જામનગરમાં વ્હોરા ના હજીરા ની અંદર આવેલી દરગાહ ને કોઈ તસ્કરોએ ગત ૧૪ મી તારીખના રાત્રિના નિશાન બનાવી હતી, અને દરગાહની અંદર પ્રવેશ મેળવી લઇ મુખ્ય દરવાજાનું તાળું તોડી કોઈ તસ્કરો અંદર ઘુસ્યા હતા. ત્યારબાદ અંદર રહેલી લાકડાની દાન પેટી કે જેનું પણ લોક તોડી નાખી અંદાજે અંદરથી રૂપિયા એક લાખ પંચોતેર હજાર ની રોકડ રકમ- પરચુરણ વગેરેની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
જે ચોરીના બનાવ અંગે દરગાહમાં નમાજ પડવાનું કામ કરતા અદનાન કુરેશીભાઈ ખોમોશી એ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને ખોડીયાર કોલોની ગુલાબ નગર પોલીસ ચોકીના પીએસઆઈ તેમજ સીટી બી. ડિવિઝનના ડી સ્ટાફ દ્વારા બનાવના સ્થળે પહોંચી જઈએ દરગાહની અંદર તેમજ વ્હોરા ના હજીરા ની બહાર ના સ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસવાનું શરૂ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech