BREAKING NEWS

હાઇવે ઉપર હપ્તા કાર્ડ રાખી ઉઘરાણાના કેસમાં ટ્રાફિક હેડ કોન્સ.ને ૧૦ વર્ષની કેદ

  • May 06, 2026 08:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગોંડલ રોડ ચોકડી વિસ્તારમાં વાહન એક માસ માટે વાહન ચેક નહિ કરવા હમા (લાંચ) મળી ગયાનું કાર્ડ બતાવી વાહનો જવા દેવાના ૮ વર્ષ પહેલાના કેસમાં સ્પેશિયલ એસીબી કોર્ટે રાજકોટ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ લવજીભાઈ મકવાણા (ઉ.વ.૪૫)ને ૧૦-વર્ષની કેદની સજા અને ૩ લાખનો દંડ તેમજ પ્રજાજન તરીકે મદદગારી કરનાર દિપક કાનજીભાઈ પરમાર, (ઉ.વ.૩૬)ને તકસીરવાર ઠરાવી અધિક સેશન્સ જજે ૭-વર્ષની સખ્તની કેદની સજા તથા સ્વાર લાખનો દંડ ફરમાવી સૌરાષ્ટ્રભરના હાઈવે ઉપર થતા ઉઘરાણા સામે લાલબત્તી
સ્વરૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં વર્ષ ૨૦૧૮માં વેપારી સાગરભાઈ મનસુખભાઈ પટેલે પોતાના ધંધાના માલસામાનની હેરાફેરી માટે ઓટો રિક્ષા રાખી હતી. ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચેથી ઓટો રિક્ષા પસાર થાય ત્યારે ચારેક જગ્યાએ ટ્રાફીક પોલીસના કર્મચારીઓ રિક્ષા રોકી ચેક ન કરવાના આવેજ પેટે રૂા. ૫૦ લઈ ચોક્કસ કાર્ડ આપતાં હોવાની રિક્ષા ડ્રાઈવર અર્જુનભાઈએ વેપારી સાગરભાઈ પટેલને જાણ કરી હતી. જે અંગે સાગરભાઈ પટેલે અમદાવાદ એ.સી.બી. કચેરીમાં ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરેલ, જેથી અમદાવાદ એ.સી.બી. એ રાજકોટ એ.સી.બી.ને આ અંગે કાર્યવાહી કરવા જણાવેલ. તેમાં તા.૦૪/૦-૩/૨૦૧૮ના રોજ રાજકોટ એ.સી.બી.ના પી.આઈ. ચાવડાએ વહેલી સવારે પાંચ વાગ્યે છટકું ગોઠવ્યું હતું, જેમાં ગોંડલ ચોકડીથી આજીડેમ જવાના રસ્તે ઓટો રિક્ષા લઈને સાગરભાઈ પહોંચેલ ત્યાં રોડની ડાબી સાઈડ પોલીસની એક ગાડી ઉભેલી હતી અને ગાડી પાસે ટ્રાફિકના ડ્રેસમાં એક ભાઈ ઉભેલા હતા અને એક વ્યક્તિ ખાનગી કપડામાં હતા. આ જગ્યાએ પહોંચતા ખાનગી કપડાવાળા ભાઈએ સાગરભાઈની રિક્ષા ઉભી રખાવેલ અને દસ્તાવેજો માંગેલા. આ સમયે ખાનગી કપડાવાળા ભાઈએ પોતાના
હાથમાંથી એક કાર્ડ સાગરભાઈ તરફ ઘરેલ અને ૫૦/- રૂપિયા લઈ લેતા. પોલીસ ગાડીમાં બેઠેલ હેડ કોન્સ્ટેબલ બિપીનભાઈ લવજી ભાઈ મકવાણાને આપવાના હોવાનું જણાવેલ, આથી પોલીસની ગાડીની ઝડતી તપાસ કરતા તેમાંથી અસંખ્ય કાર્ડો મળી આવેલા. આથી પી.આઈ. ચાવડાએ બધાને લઈને આજીડેમ પોલીસ સ્ટેશને આવી આગળની કાર્યવાહી કરી હતી. જે લાંચ કેસમાં તપાસ અધિકારી દ્વારા પુરતો પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ સ્પે. કોર્ટમાં ચાલવા ઉપર આવતા બન્ને પક્ષની
રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરાએ ખાસ દલીલ કરી હતી કે હાલના કેસમાં કોઈ પ્રજાજનને હાઈવે ઉપર ચાલતા વાહનોને ઉભા રખાવવા સંમતી આપવી અને પોતે હેડ કોન્સ્ટેબલ તરીકે વાહનમાં બેઠા રહેવું તે પણ ગુનાહિત ગેરવર્તણુક છે તે મતલબની દલીલો અને ટાંકલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ લાંચ કેસમાં ટ્રાફીક શાખાના હેડ કોન્સ્ટેબલ બિપીન લવજીભાઈ મકવાણાને ૧૦ વર્ષની સજા અને ત્રણ લાખનો દંડ તેમજ મદદગારી કરનાર દિપક કાનજીભાઈ પરમારને સાત વર્ષની સજા અને રૂાબે લાખનો દંડ કટકારવામાં આવ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતાં. f



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application