રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં ટ્રાફિક કંટ્રોલની કેબિન–ઇન્કવાયરી ફોન બધં કરતા હોબાળો
રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં ટ્રાફિક કંટ્રોલની કેબિન–ઇન્કવાયરી ફોન બધં કરતા હોબાળો
April 10, 2026 03:19 PM
રાજકોટ એસટી બસપોર્ટમાં ટ્રાફિક કંટ્રોલની કેબિન અને ઇન્કવાયરી ફોન એકાએક બધં કરી દેવામાં આવતા મુસાફરોમાં ભારે હોબાળો મચી ગયો હતો, કોઇ પણ સંજોગોમાં ટ્રાફિક કંટ્રોલની કેબિન કે ઇન્કવાયરી ટેલિફોન બધં ન કરી શકાય તેમ છતાં આવું કરવામાં આવતા કલાકો સુધી બધં રહ્યા બાદ વિભાગીય નિયામકે ફરિયાદ કરાતાં કેબિન અને ફોન ફરી કાર્યરત કરાયા હતા. જો કે ફરજ ઉપરના વર્તુળોએ એવું કારણ જાહેર કયુ હતું કે, સ્ટાફ ચૂંટણી ફરજમાં જતા આવું કયુ હતું ! મુસાફરોએ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી બસપોર્ટમાં ૧ થી ૨૨ પ્લેટફોર્મ છે. અને ૧૪ થી ૨૨ સુધીના પ્લેટફોર્મ માટેની પ્લેટફોર્મ નં.૧૭ની સામે અલાયદી પૂછપરછ બારી અને કંટ્રોલમ છે. અને ફોનની સુવિધા છે માઇક સિસ્ટમ પણ કાર્યરત છે. આ કંટ્રોલ મ પરથી સૌરાષ્ટ્ર્ર તરફ જતી બસો અને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ માટેનો કેબિન કંટ્રોલ મ છે અને તેમાં બે ટ્રાફિક કંટ્રોલરો ફરજ બજાવે છે. દરમિયાન ગઇકાલે તા.૯.૪.૨૦૨૬ના અચાનક કોઈ પણ પૂર્વ જાહેરાત વગર આ ટેલિફોન, ઇન્કવાયરી અને કંટ્રોલમને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા અને ઇન્કવાયરીનો ટેલિફોન નંબર ૦૨૮૧–૨૨૩૫૦૨૬ પણ એકાએક બધં કરી દેવામાં આવ્યો હતો. આ મામલે રાજકોટના વિભાગીય નિયામક એમ.પી રાજને બધં કંટ્રોલમના ફોટા સાથે જાણ કરી તાત્કાલિક કંટ્રોલમ પુન: શ કરવા ફરિયાદ કરવામાં આવતા પુન: ટ્રાફિક કંટ્રોલરની ઓફિસ અને ફોન શ કરવામાં આવ્યા. કલાકો સુધી રાજકોટ એસ.ટી બસપોર્ટ પર મુસાફરોને હાલાકી ભોગવવી પડી અને આ અંગે જવાબદાર કોણ ? કોના કહેવાથી અને શા માટે કંટ્રોલમ અને ફોન કલાકો સુધી બધં કરવામાં આવેલ હતો તે મુદ્દે તપાસની માંગણી કરવામાં આવી છે. મુસાફરોએ કંટ્રોલમ બધં કરવામાં આવતા ફરજ ઉપરના સ્ટાફને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સ્ટાફને ચૂંટણી કામગીરીની ફરજ ઉપર લઈ જતા કંટ્રોલમ બધં કરવામાં આવ્યો છે ! આ મામલે મુસાફરોને પારાવાર ભોગવવી પડેલી હાલાકી મામલે જવાબદારો સામે પગલા લેવા માંગણી કરાઇ છે..