ટ્રાફિક સલામતિ માસનો આરંભ: હેલમેટ બાઈક રેલી નીકળી

  • January 15, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રાફિક જાગૃતતા: આજથી રાજકોટ શહેર પોલીસ દ્રારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) રાજકોટ સાથે મળી ટ્રાફિક સલામતિ સાહ નહીં પરંતુ ટ્રાફિક સલામતિ માસનો આરભં કરાયો છે. ટ્રાફિક જાગૃતિ, અકસ્માતો ઘટાડવાના ઉદનેશ સાથે આજે પ્રથમ દિવસે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં હેલમેટસવાર બાઈક રેલી નીકળી હતી. ટ્રાફિક પોલીસના જવાનો ટુ વ્હીલર્સ પર હેલમેટ પહેરીને રેલીરૂપે નીકળ્યા હતા. શહેરના વિવિધ માર્ગેા પર ફરીને હેલમેટ પહેરવા બાબતે જાગૃતિ દાખવવાનો સંદેશો આપ્યો હતો. રેલીને સી.પી., ડીસીપી સહિતના અધિકારીઓ દ્રારા લીલીઝંડી અપાઈ હતી, આ રેલી નજરે જોનારા કેટલાક સામાન્યજન એવી પણ ટકોર કરતા હતા કે હેલમેટ પહેરવાની જાગૃતિ રેલી એ સારી બાબત છે, અકસ્માતમાં ચાલકોના જીવ બચી શકે પરું જીવલેણ અકસ્માતો સર્જતા ડમ્પરો જેવા વાહનો સામે પણ કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application