શીવરાજપુર ખાતે ભાદરવી પૂનમના રોજ પરંપરાગત મલ્લ કુસ્તી મેળો-2021નું આયોજન

  • September 14, 2021 11:07 AM 

હજરત વલી જાકુ પીર ડાડા દરગાહે ચાલતી હિન્દુ-મુસ્લિમ કોમી એખલાસના પ્રતીક સમાન 500 વર્ષ જૂની પરંપરા

શિવરાજપુર ગામે આવેલ હઝરત જાકુપીર ડાડાની દરગાહના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.ર0-09-ર0ર1 ને સોમવાર, ભાદરવી પૂનમના શુભદિને સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લકુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સ્થાનીય વયોવૃધ્ધ વડીલોના મતે આ મલ્લ કુસ્તી મેળો આશરે 500 વર્ષથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તીમેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયિકા છે. આ કુસ્તીમેળાની વિશેષતા એ છે કે અહીં ઓખામંડળ તેમજ બારાડો, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લીમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા દર વર્ષની ભાદરવી પૂનમે એકઠા થાય છે જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ મુસ્લીમ કોમી એખલાસના પ્રતિક સમી પૌરાણિક પરંપરા 500 વર્ષ બાદ પણ જળવાઈ રહી છે. આધુનિક સમયમાં પણ પૌરાણિક પરંપરા આયોજકો દ્વારા તૈયાર કરાયેલ પરંપાગત નિયમો અનુસાર મલ્લ કુસ્તી યોજવામાં આવે છે. શિવરાજપુર ખાતે સ્થાનીય ગ્રામજનો દ્દારા શિવરાજપુર, મોજપ તેમજ મકનપુર ગામોના સહયોગથી આગામી સોમવારે સવારે 11:30 થી સાંજે 4:30 સુધી હજરતવલી જાકુપીર ડાડાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળા - ર0ર1 યોજાનાર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS