આ અંતર્ગત વેપારીઓ જૂના જીએસટી વિવાદોનું સમાધાન કરી શકશે અને નવી રીતે જીએસટી ચૂકવવાનું શરૂ કરી શકશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં એક વખતની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માફી યોજના રજૂ કરશે જે વેપારીઓને બાકી લેણાંમાંથી રાહત આપશે. ભારત મંડપમ ખાતે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આયોજિત એક કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દિલ્હી જીએસટી કાયદામાં રાજ્ય સરકાર માટે એકપક્ષીય માફી યોજનાની જાહેરાત કરવાની જોગવાઈ નથી. પરંતુ, તે કેન્દ્ર પાસેથી મંજૂરી લઈને આમ કરી શકે છે. વેપારીઓનું કહેવું છે કે, વારંવાર જીએસટી ભરવાનું તેમના માટે મુશ્કેલ કામ બની ગયું છે અને તેનાથી તેમના કામકાજને અસર થાય છે. તેમજ સમજણના અભાવે ઘણી વખત વેપારીઓને નુકશાની વેઠવી પડે છે. પરંતુ આ વખતે જીએસટીને લઈને આવા સમાચાર આવ્યા છે જેને સમગ્ર વેપારી સમુદાય આવકારશે.
રોજગારને પ્રોત્સાહન આપવા સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવશે
સૌ પ્રથમ જૂના જીએસટી કેસોના સમાધાન માટે વન-ટાઈમ જીએસટી માફી યોજના લાગુ કરવામાં આવશે. આ પછી વેપારીઓ નવી રીતે સરળતાથી ટેક્સ ચૂકવી શકશે. રોજગારને પ્રોત્સાહન આપવા સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવશે. આ અંતર્ગત પાટનગર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે વેપારીઓએ જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે એક ઓફિસથી બીજી ઓફિસમાં દોડવું પડશે નહીં. વેપારીઓને લાઇસન્સ આપવાની તમામ પ્રક્રિયાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરીને ડુઇંગ બિઝનેસ સરળ બનાવવામાં આવશે. દિલ્હીમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય બજારોને સુંદર બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech